રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે લસણની સૌથી વધુ આવક

  • May 24, 2021 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી લસણ, રાય, રાયડો, મેથીની આવક શ: 35 પૈકી 10 જણસીની આવક

 


રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ એક મહિનો બંધ રહ્યા બાદ તા.22ને શનિવારથી શ થઈ ગયું છે. પરંતુ વિવિધ જણસીઓની એકસાથે આવક શ કરવાનાં બદલે તબક્કાવાર આવક શ કરાઈ છે. સામાન્ય રીતે યાર્ડમાં દરરોજ અનાજ, કઠોળ અને તેલિબિયા સહિત 35 જણસીની આવક થતી હોય છે જે પૈકી આજે ફકત 10 જણસીની આવક સ્વિકારવામાં આવી હતી, અન્ય આવક હજુ પણ બંધ રાખવામાં આવી છે. મજૂરોના અભાવે માલના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે. આજે લસણની સૌથી વધુ આવક થઈ હતી.

 


વિશેષમાં માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે મગફળી, મગ, તલ, તલી, કાળાતલ અને એરંડાની આવક કરાઈ હતી જેમાં મગફળીની વિશેષ આવક થતા નિકાલ ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. જયારે આજથી લસણ, રાય, રાયડો અને મેથી સહિતની આવકો શ કરાઈ છે જેમાં સૌથી વધુ 20 હજાર દાગીના લસણની આવક થઈ હતી. તબક્કાવાર આવક વધારવા મંજૂરી અપાઈ રહી છે ત્યારે ઘઉં સહિતની આવક થવા દેવા પણ વેપારીઓમાંથી માગણી ઉઠી રહી છે. વેપારી વર્તુળોએ ‘આજકાલ’ સમક્ષ વ્યતા ઠાલવતા જણાવ્યું હતું કે, યાર્ડમાં મજૂરોના અભાવે કામ કરવું મુશ્કેલ બની ગયું છે. કોરાના વાયરસનું સંક્રમણ ભયજનક હદે ફેલાતા જાહેર કરાયેલા મિનિ લોકડાઉનમાં અનેક મારવાડી મજૂરો રાજસ્થાન ચાલ્યા જતા હાલ સ્થાનિક મજૂરોથી કામ ચલાવવું પડી રહ્યું છે. સામાન્ય દિવસોમાં બેડી યાર્ડમાં અંદાજે એકાદ હજાર મજૂરો કામ કરતા હોય છે જયારે હાલમાં 250 મજૂરોથી કામ ચાલે છે. તદઉપરાંત સવારે 8થી બપોરે ત્રણ સુધી વેપાર અને રાત્રે 8થી કરફ્યુના કારણે મજૂરો આવતા નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS