નવનિર્મિત મોટેરા સ્ટેડિયમાં કોણે કોણે સર્જ્ય છે ઈતિહાસ જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ઐતિહાસિક રહ્યું છે આ સ્ટેડિયમ પર અને ક્રિકેટરોએ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે સુનિલ ગાવસ્કર 10 હજાર ટેસ્ટ રન પુરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા. વાત 7 માર્ચ 1987 ની છે કે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ મોટેરા સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. ભારતના સુપરસ્ટાર બેટ્સમેન સુનિલ ગાવસ્કર ક્રિઝ પર હતા. આમ તો તમામ ભારતીય ખિલાડી પાકિસ્તાન સામે અલગ જુનુનથી રમતા હોય છે પણ સુનિલ ગાવસ્કરનું પાકિસ્તાન સામે જુનુન અલગ હતું ગાવસ્કરે પાકિસ્તાન વિરુદ્ધ 58 રન કર્યાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા.

ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા. તેમણે સિદ્ધિ મેળવતા મેચ થોડીક મિનિટો માટે અટકી હતી. ઘણા પ્રેક્ષકો મેદાન પર તેને અભિનંદન પાઠવા દોડી આવ્યા હતા. ગાવસ્કરને માઈલસ્ટોન તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. આ મેચમાં જ ગાવસ્કરે 242 મિનિટ બેટિંગ કરી હતી જેમાં 6 ફોર સાથે 63 રન કર્યા હતા. કપિલ દેવ અને ગાવસ્કરની ફિફટી થકી આપણે આ મેચ જીત્યાતો નહિ પણ ડ્રો માં પરિણામી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application