વાવાઝોડું ફંટાયુ: સૌરાષ્ટ્ર-ગુજરાત પર ત્રાટકવાની વકી

  • May 15, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાવાઝોડું વેરાવળ બંદરથી 1010 કિલોમીટર દૂર: હવે ખંભાતના અખાતમાં પ્રવેશ કરે તેવી વકી
તા. 17ના 140 થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી: આ એક લાર્જ સિસ્ટમ છે, હવામાન વિભાગ

 અરબી સમુદ્રના તૌકતે વાવાઝોડાની દિશા ફંટાઇ જતાં ગુજરાત સરકાર ચિંતામાં મૂકાઇ છે. આ વાવાઝોડું પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે ટકરાવાનું હતું પરંતુ હવે ખંભાતના અખાતમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે તેવી વકી છે. હવામાન વિભાગે કહ્યું છે કે 17મીએ ગુજરાતમાં 70 થી 75 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

 


વિભાગે જણાવ્યું છે કે 18મીએ આ વાવાઝોડાની ગતિ પ્રતિ કલાકે 100 કિલોમીટર થાય તેવી સંભાવના છે. આગામી 24 કલાકમાં આ વાવાઝોડું વધુ મજબૂત બનીને ગુજરાતના સાગરકિનારે આગળ વધશે. પહેલાં આ વાવાઝોડાની દિશા સૌરાષ્ટ્ર અને કચ્છ હતી પરંતુ હવે દક્ષિણ ગુજરાત થી મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે.
હાલ આ વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પૂર્વ વેરાવળથી દરિયામાં 990 કિલોમીટર દૂર છે જે 18મીએ ગુજરાતના દરિયાકિનારે પહોંચી જશે પરંતુ હવામાન વિભાગની માહિતી આપતી ખાનગી વેબસાઇટ અનુસાર હાલ વાવાઝોડું સૌરાષ્ટ્રના સાગરકિનારેથી દિશા બદલીને મધ્ય ગુજરાત તરફ આવી રહ્યું છે. જો કે હજી દૂર હોવાથી તેની ચોક્કસ દિશા અને ગતિમાં ફેરફાર શક્ય છે.

 


વાવાઝોડાની આ દિશા રહી તો તે મહારાષ્ટ્ર, દાહોદ, અમદાવાદ અને વડોદરા થી આગળ વધીને મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધશે. ગુજરાતમાં 16, 17 અને 18મી મે ખૂબ મહત્વના દિવસો છે. 17મી પછી વાવાઝોડાની સ્પીડ વધવા સંભવ છે તેથી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

 


આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના 14 જિલ્લા ઉપરાંત હવે જો બદલાયેલી દિશામાં આગળ વધે તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓને પણ અસર કરશે. સંભવિત વાવાઝોડાના કારણે જાન-હાનિ થાય નહીં તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વહીવટી તંત્રને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે. કેન્દ્ર સરકાર પણ મદદ કરશે.

 


અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ગઈકાલે રાત્રે બેથી દસ વાગ્યાની આસપાસ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આગામી 24 કલાકમાં તે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈ જશે છેલ્લા છ કલાકની વાત કરીએ તો અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન પ્રતિ કલાકના નવ કિલોમીટરની ઝડપે નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરી રહ્યું છે અને હાલ તે ગુજરાતના વેરાવળ બંદર થી 1010 કિલોમીટર દૂર છે.

 


આજે સવારે 8:30 વાગે ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં જણાવાયા મુજબ ગઇકાલે મોડી રાત્રે અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક સર્જાયેલું ડીપ ડિપ્રેશન 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઇ જશે અને તે નોર્થ-નોર્થ ઇસ્ટ દિશામાં ગતિ કરશે.

 


હવામાન ખાતામાં સાયક્લોન ડિપાર્ટમેન્ટનો હવાલો સંભાળતા સુનિથા દેવી ના જણાવ્યા મુજબ આ એક લાર્જ સિસ્ટમ છે અને તે દરિયામાં જે રૂટ પરથી પસાર થશે ત્યાં ભારેથી અતિભારે વરસાદ સાથે ખેંચી લાવશે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં પવનની ગતિ જોરદાર વધી ગઈ છે આ એક સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ માનવામાં આવે છે અને તેની ગતિ તારીખ 17 ના રોજ કલાકના 140થી 150 કિલોમીટર અને અમુક તબક્કે 160 કિલોમીટર આસપાસ પહોચી જાય તેવી શક્યતા છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે કેરલના દરિયા કાંઠાના 8 જિલ્લાને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તારીખ 18 ના રોજ સવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શ કરે તેમ જણાઈ રહ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS