વાવાઝોડું મંગળવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે: ભારે વરસાદની આગાહી

  • May 14, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં સર્જાયેલું વેલ માર્ક લો પ્રેસર રાત સુધીમાં સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે: કેરળ તામિલનાડુ લક્ષદ્વીપ મધ્ય મહારાષ્ટ્ર ગોવા કણર્ટિક માં પણ ભારે વરસાદની ચેતવણીઅરબી સમુદ્રમાં સાઉથ ઈસ્ટ દિશામાં ગઈકાલે સર્જાયેલું સાયક્લોનિક સરક્યુલેશન આજે સવારે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે અને રાત્રી સુધીમાં તે સાયક્લોનિક સ્ટોર્મમાં તબદીલ થઇ જશે તેવી આગાહી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે.

 


ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સાયક્લોનિક સ્ટોર્મમાં તબદિલ થયા બાદ તે મજબૂત બનીને અરબી સમુદ્રમાં નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધશે અને તારીખ 16 થી શરૂ થનારી વાવાઝોડાની ગતિ બે દિવસ અરબી સમુદ્રમાં જ રહ્યા બાદ તારીખ 18 ના સાંજે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચશે.

 


વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા સુધી આવતું હોવાના કારણે વાતાવરણમાં જોરદાર પલટો આવશે અને તારીખ 18 ના રોજ ગુજરાતમાં પ્રતિ કલાકના 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અમુક તબક્કે પવનની ગતિ 80 કિલોમીટર સુધી પહોંચી જશે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને તેમાં પણ ખાસ કરીને કચ્છ વિસ્તારમાં વાવાઝોડાની વધુ અસર રહેશે અને તારીખ 18 ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.

 


સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત તમિલનાડુ લક્ષદ્વીપ કેરળ સાઉથ કણર્ટિક કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તારીખ 16 થી તારીખ 17 સુધીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના ઉભી થઈ છે. લક્ષદ્વીપ અને કણર્ટિકમાં અમુક સ્થળોએ દરિયામાં ટાઈડલ વેવ ની ચેતવણી આપવામાં આવી છે અને તેના કારણે અરબી સમુદ્રમાં ન જવા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

 


દક્ષિણાના રાજ્યોમાં અને દિલ્હીમાં તો વરસાદ શરૂ થઈ ગયો છે અને તારીખ 17 સુધી આ રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે તેમ હવામાન ખાતા દ્વારા જણાવાયું છે.
હિમાલયન રીજીયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયો હોવાના કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ થયો હોવાનું જણાવવામાં આવે છે પૂર્વ અને પૂર્વોત્તર રાજયોમાં પણ અનેક સ્થળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

કાલથી ગુજરાતમાં પવન સાથે વરસાદની ચેતવણી
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તારીખ 18 ના રોજ જ્યારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું પહોંચશે ત્યારે તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પરંતુ આમ છતાં વાતાવરણમાં પલટો આજથી જ આવી ગયો છે આવતીકાલે અમરેલી ભાવનગર સુરત ભરૂચ જિલ્લામાં અમુક સ્થળોએ વરસાદની શક્યતા છે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે રવિવારે અમરેલી ભાવનગર દીવ સુરત ભરૂચ ઉપરાંત વલસાડ નવસારી ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદ પડશે જ્યારે સોમવારે દિવ દમણ દાદરા નગર હવેલી દાહોદ પંચમહાલ જિલ્લામાં અમુક સ્થળોએ વરસાદ પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS