પોલીસ અધિકારીઓનો સત્તાધારી પાર્ટી તરફ ઝુકાવ ચિંતાજનક, સુપ્રીમ કોર્ટની ટકોર

  • August 27, 2021 08:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સત્તા બદલાઈ ગયા બાદ રાજદ્રોહના કેસ નોંધવા અંગે સુપ્રીમ કોર્ટે આકરી ટકોર કરી છે અને એમ કહ્યું છે કે પોલીસ અધિકારીઓનો સત્તાધારી પાર્ટી તરફ ઝુકાવ ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે આજે છત્તીસગઢમાં સસ્પેન્ડ થયેલા આઇપીએસ અધિકારીની ધરપકડ કરવા સામે રોક લગાવી દીધી હતી.

 

આઇપીએસ અધિકારી વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ અંગેના કેસમાં છત્તીસગઢ સરકાર દ્વારા રાજદ્રોહ સહિત બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્ય ન્યાયમૂર્તિ ની અધ્યક્ષતાવાળી ખંડપીઠીકાએ છત્તીસગઢની પોલીસને આદેશ કર્યો છે કે હમણાં નિવૃત્ત આઇપીએસ અધિકારીની ધરપકડ કરવામાં આવે નહીં.

 

આ કેસ અંગેની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે દેશમાં સત્તાધારી પાર્ટી તરફ પોલીસ અધિકારીઓનો ઝુકાવ ચિંતાજનક બની ગયો છે અને તેના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. જ્યારે કોઈ રાજકીય પાર્ટી સત્તામાં આવે છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ તે પાર્ટી નો પક્ષ લેતા થઈ ગયા છે. આ ચલણ ચિંતાજનક છે.

 

ખંડપીઠે એમ પણ કહ્યું કે જ્યારે બીજી કોઈ પાર્ટી સત્તામાં આવે છે તો તે સરકાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એક્શન લેવાની શરૂઆત કરે છે. આ બધું બંધ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે છત્તીસગઢની સરકારને એવો આદેશ કર્યો છે કે આગામી ચાર સપ્તાહમાં આ કેસમાં તેની પ્રતિક્રિયા આપે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS