ગામડા હોય કે શહેર, ઘરે ઘરે ખટાલા, પોઝિટિવિટી રેટ 1.5%થી વધીને 8.5 ટકા

  • April 26, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાપી, વલસાડ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ, અમરેલી, પોરબંદર, રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં સ્થિતિ અત્યંત ખરાબ.
સૌથી વધુ અમદાવાદમાં પોઝિટિવિટી રેટ 16 ટકા તો સૌથી ઓછો જુનાગઢમાં 3.5 ટકા સુરત વડોદરા અને રાજકોટ કરતા પણ મહેસાણાનો પોઝિટિવિટી રેટ વધુ
મૃત્યુઆંક મામલે ગુજરાત ત્રીજા નંબર, મોટાભાગના કેસ મહાનગરોમાં આવી રહ્યા છે.

 ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણને પગલે એક તબક્કે 1.5 ટકા સુધી પહોંચી ગયેલો પોઝિટિવિટી રેટમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યનો સરેરાશ પોઝિટિવિટી રેટ વધીને 8.5 ટકા જેટલો થઈ ગયો છે. પરંતુ જો જિલ્લા અને શહેર અનુસાર જોઈએ તો સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદની છે જ્યાં પોઝિટિવિટી રેટ વધીને 16 ટકા જેટલો થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1.80 લાખ ટેસ્ટ કરાયા હતા. તેની સામે 14296 સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે કોરોના વધુ 157 લોકોને ભરખી ગયો છે.

 

 


જો સરકારી ચોપડાની વાત કરીએ તો તેમાં પણ અમદાવાદનો પોઝિટિવિટી રેટ 16 ટકા, મહેસાણા 11, વડોદરા 10, જામનગર 13, ભાવનગર 5.2, સુરત 5, ગાંધીનગર 4.5, રાજકોટ અને જુનાગઢ 3.5 ટકા નોધાયો છે. જોકે આ આંકડા સરેરાશ દૈનિક ટેસ્ટિંગના સાપેક્ષમાં છે અને તે પણ સરકારી ચોપડે નોંધાયેલા. પરંતુ હવે કોરોના સંક્રમણ મહાનગરોથી બહાર નીકળીને આસપાસના નગરો અને ગામડાઓમાં પસરી રહ્યું છે. દૂરસુદૂરના જિલ્લાઓના અંતરિયાળ પીએચસી, સીએચસી સેન્ટરમાં વ્યવસ્થા ઉભી કરવાની નોબત આવી છે. જોકે આ વ્યવસ્થાઓ પણ પડી ભાંગી રહી છે.

 

 

મહાનગરો સિવાયના જિલ્લાઓમાં જિલ્લા હોસ્પિટલોમાં પણ વ્યવસ્થાના ચીથરે ચીથરા ઉડી રહ્યા છે. સૌથી વધુ બનાસકાંઠા, પાટળ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્ર નગર, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં હાલત અત્યંત ખરાબ બની રહી છે. અનેક એવા નાના નાના ગામડાઓ છે જેમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે અનેક દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. જ્યારે બાકીનાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા છતા શહેરો સુધી ટેસ્ટ કરાવવા પહોંચી શકતા નથી.

 


દરમિયાન અમદાવાદમાં 5790 અને ગ્રામ્યના 74 એમ કુલ મળઈને 5864 દર્દીઓ ઉમેરાયા છે. જેની સામે શહેરના 27 અને ગ્રામ્યના 2 મળી કુલ 29 દર્દીઓ કોરોનાના ખપ્પરમાં હોમાયા છે. જ્યારે બીજા સૌથી પ્રભાવિત સુરતમાં 2103 નવા કેસ નોંધાયા છે. જેમાં શહેરના 1690 છે. મહત્વનું છે કે સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત કોરોના કેસનું ભારણ ઓછું નોંધાયું છે.

 


રાજ્યમાં હવે કુલ કેસ વધીને 4,96,033 એટલે કે 5,00,000ની નજીક પહોચી ગયા છે. જેની સામે રિકવર્ડ થયેલા દર્દીઓની સંખ્યા 3,74,699 પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 6328 સુધી પહોંચી ગયો છે. તો રિકવરી રેટ ઘટીને 75.54 ટકા થતાં એક્ટિવ કેસ વધઈને 1,15,006 થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS