પ્રધાનમંડળનાં ૨૩માંથી ૧૪ મંત્રીઓને થયો હતો કોરોના, તમામ રિકવર થયા

  • May 08, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડ–૧૯ મહામારીમાં જીવિત રહેવા માટે સામાન્ય માણસ સંઘર્ષ કરી રહ્યો છે, ત્યારે એક સમયે રાજ્યના કેબિનેટના ૬૦% મંત્રી વાયરસથી સંક્રમિત થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કેબિનેટના ૨૩માંથી ૧૪ મંત્રીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તમામ રિકવર થઈ ગયા છે અને સરકારી પ્રવૃતિઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું છે.

 


ગયા વર્ષે દિવાળીની આસપાસ લોકડાઉન હટાવ્યા બાદ મહામારીની પ્રથમ લહેર જોવા મળી હતી, જેમાં કેટલાક મંત્રીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જો કે, મોટાભાગના મંત્રીઓ સ્થાનિક ચૂંટણી અને આ વર્ષની શરૂઆતમાં વિધાનસભામાં બજેટ સેશન દરમિયાન ખતરનાક વાયરસની ચપેટમાં આવ્યા હતા.

 


પોતાનો અનુભવ જણાવતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, 'હત્પં એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં રહ્યો હતો અને એક અઠવાડિયા માટે હોમ આઈસોલેશનમાં. છેલ્લા ૧૫ દિવસથી મેં સામાન્ય કામ કરવાનું શ કરી દીધું છે અને ૧૫૦૦ કિમી જેટલું ટ્રાવેલિંગ પણ કયુ છે. મારી લોકોને સલાહ છે કે ગભરાશો નહીં અને ડોકટરોની સલાહ લો'.

 


રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ ૧૪ દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કો–મોર્બિડિટી સ્થિતિ હોવા છતાં એકદમ રિકવર થઈ ગયા હતા અને આજે તેઓ ફરીથી સક્રિય થયા છે. 'મારી પાસે સારી મેડિકલ ટીમ હતી. મારા ૯૪ વર્ષના પિતા, મારી ૯૪ વર્ષની માતા, મારો દીકરો, મારી વહત્પ, અમારો રસોઈયો તેમદ અન્ય નજીકના કેટલાક લોકો કોવિડ–૧૯થી સંક્રમિત થયા હતા અને તેઓ એકદમ રિકવર થઈ ગયા છે', તેમ તેમણે જણાવ્યું હતું.

 


રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું હતું કે, 'એક અઠવાડિયા માટે મને મારી પત્ની સાથે યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે હત્પં રાય સરકારના 'માં ગામ, કોરોના મુકત ગામ' અભિયાનને પ્રોત્સાહન આપવા આક્રમક રીતે કામ કરી રહ્યો છું'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS