કોરોનાના દર્દીઓના નામ જાહેર કરાશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જે વ્યક્તિને કોરોના પોઝિટિવ લાગુ પડે તેવી વ્યક્તિના નામ અત્યાર સુધી જાહેર કરાતા નથી. પરંતુ હવે આવી વ્યક્તિના નામ પણ જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી બહાર આવી રહ્યું છે. એકાદ-બે દિવસમાં જ નામ જાહેર કરવાની પ્રક્રિયા અમલી બનશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દી પોતાની સાથે કેટલા લોકો સંપર્કમાં આવ્યા તેની વિગતો ભૂલી જતાં હોય છે અથવા તો આપતા હોતા નથી. તેના કારણે આ રોગ વધુ ફેલાતો અટકાવવામાં અસરકારક પગલાં લેવામાં સરકારને ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડે છે. સાથોસાથ જોખમનું તત્વ પણ ઘણું વધી જાય છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને હવે કોરોના પોઝિટિવ દર્દીના નામ જાહેર કરીને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિ સ્વેચ્છાએ બહાર આવે તેવો અનુરોધ કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS