કિડીયાનગરમાં મિલકત મુદ્દે ભત્રીજાએ કાકીને ધોકો ફટકાર્યેા

  • November 24, 2020 10:03 AM 631 views

રાપર તાલુકાના કિડીયાનગરના એકતાનગરમાં રહેતા ૪૫ વર્ષીય મોંઘીબેન જીવાભાઇ પરમારે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગત સાંજે તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેમના જેઠનો દિકરો કનૈયાભાઇ બાબુભાઇ પરમાર ઘરની બહાર આવી જેમ તેમ ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતાં કનૈયાએ તમે લોકોએ બાપ–દાદાની મિલકતો ભાગ ઓટી રીતે પાડી દીધો છે કહી ઉશ્કેરાઇ જઇ ધોકો ડાબા હાથ અને કમરના ભાગે ફટકારી ઇજા પહોંચાડી હતી. આડેસર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application