2 લાખ: ભારતમાં 10 દિવસમાં રોજ નોંધાતા કેસનો આંકડો બમણો થયો, અમેરિકાને પાછળ છોડશે?

  • April 15, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોનાની બીજી લહેર વધારે ભયાનક બની રહી છે રોજ નોંધાતા કેસમાં ઉછાળો
અમેરિકા પછી ભારતમાં એક દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ



ભારતમાં બુધવારે કોરોનાના 2 લાખ કરતા નજીક નવા કેસ નોંધાયા હતા, કોરોનાના નવા કેસમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે તેની સાથે એક દિવસમાં નોંધાતા કેસ 10 દિવસમાં બમણા થઈ ગયા છે.

 


રાજ્ય સરકારો પાસેથી મેળવેલા આંકડા પ્રમાણે એક જ દિવસમાં 1,99,620 નવા કેસે રેકોર્ડ તોડ્યા છે, એટલે કે 2 લાખ સુધી પહોંચવામાં માત્ર 380 લાખ કેસ ખુટે છે. એક દિવસમાં નોંધાતા કેસની સંખ્યા 10 દિવસની અંદર એક લાખને પાર થઈ ગઈ છે.

 


દુનિયામાં અમેરિકા એકમાત્ર દેશ છે કે જ્યાં એક જ દિવસમાં કોરોનાના 2 લાખ કરતા વધારે કેસ નોંધાયા છે, અમેરિકામાં એક દિવસમાં 1 લાખ કેસ નોંધાયા પછી 21 દિવસ બાદ 2 લાખ પર આંકડો પહોંચ્યો હતો. અમેરિકામાં 30 ઓક્ટોબરે 1 લાખ કેસ થયા હતા અને પછી 20 નવેમ્બરે કેસ 2 લાખ પર પહોંચ્યા હતા. અમેરિકામાં વર્લ્ડઓમીટર ડોટ ઈન્ફો વેબસાઈટ મુજબ સૌથી વધુ એક દિવસમાં 8 જાન્યુઆરીના રોજ 3,09,035 કેસ નોંધાયા છે.

 


ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધારેને વધારે જોખમી બની રહી છે. 11માંથી 9 દિવસ દરમિયાન સતત કેસમાં ઉછાળો આવ્યો છે જેમાં વિકએન્ડ દરમિયાન ઓછો સ્ટાફ અને ઓછા ટેસ્ટિંગના કારણે આંકડો નીચો રહ્યો હતો.

 


કોરોનાના કારણે એક જ દિવસમાં જીવ ગુમા દર્દીઓની સંખ્યા 1000ને પાર થઈ ગઈ છે, આજે વધુ 1,038 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જે 2 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. કાલે દેશમાં કોરોનાના કારણે 1,035 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

 


ઘણાં દેશમાં વધતા કેસો ચેતવણી સમાન સાબિત થઈ રહ્યા છે, 9 રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે. ઉત્તરપ્રદેશમાં નવા 20,510 કેસ એક જ દિવસમાં નોંધાયા છે, આ મહારાષ્ટ્ર પછી બીજુ રાજ્ય છે જ્યાં એક જ દિવસમાં 20,000 કરતા વધારે કેસ નોંધાયા છે. 4 દિવસ અગાઉ રાજ્યમાં 10,000થી વધારે કેસ નોંધાતા હતા.
દિલ્હીમાં પણ ઝડપથી કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, અહીં બુધવારે 71,282 કેસ નોંધાયા છે, અહીં 3 દિવસ પહેલા 10,000 કેસ નોંધાતા હતા. આ સિવાય અન્ય રાજ્યો છે કે જ્યાં એક દિવસમાં કોરોનાના નવા કેસનો રેકોર્ડ તોડ્યો છે તેમાં કણર્ટિકા (11,265), મધ્યપ્રદેશ (9,720), ગુજરાત (7,410), રાજસ્થાન (6,200), હરિણાયા (5,398), બંગાળ (5,892) અને બિહાર (4,786)નો સમાવેશ થાય છે.

 


દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી કપરી સ્થિતિ છે, જ્યાં એક જ દિવસમાં 58,952 કેસ નોંધાયા છે, મંગળવારે અહીં 60,212 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 278 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ પછી છત્તીસગઢમાં 120 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, અને આ પછી દિલ્હીમાં 1004, ગુજરાતમાં 73, યુપીમાં 68, પંજાબમાં 63 અને મધ્યપ્રદેશમાં 51 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021