શહેરમાં કોરોના કેસનો આંકડો ફરી ડબલ ફીગર પર પહોંચ્યો

  • March 04, 2021 03:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બુધવારે ભાવનગરમાં 10 અને જિલ્લામાં 4 નવા કેસ નોંધાયા : સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 3પ થઇ


ભાવનગર શહેર જિલ્લામાં કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. શહેરમાં ગઇકાલે નવા કેસ ડબલ ફીગરમાં પહોંચી ગયા છે. તો સારવાર હેઠળના દર્દીનો આંકડો પણ 3પએ પહોંચી ગયો છે.

 


ભાવનગર જિલ્લામા બુધવારના રોજ 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,205 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 7 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 10 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં કુંઢેલી ગામ ખાતે 1, સિહોર તાલુકાનાં થોરડી ગામ ખાતે 1, મહુવા ખાતે 1 તેમજ ગારીયાધાર તાલુકાનાં માનવિલાસ ગામ ખાતે 1 કેસ મળી કુલ 4 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારમા 6 અને તાલુકાઓમાં 7 કેસ મળી કુલ 13 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 6,205 કેસ પૈકી હાલ 35 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS