સમગ્ર રાજકોટનું એકમાત્ર સિદ્ધિવિનાયક મંદિર, વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસરી લોખંડના ઉપયોગ વિના બનાવાયેલું બેજોડ મંદિર

  • August 30, 2022 11:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દુંદાળા દેવ એવા ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા સૌ ભક્તો આતુર છે. રાજકોટમાં ગણેશ ઉત્સવને લઈને જોરશોરથી તૈયારી ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં આવેલ એક માત્ર સિદ્ધિવિનાયક મંદિરમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી તૈયારી કરવામાં આવી છે. 
​​​​​​​

આ મંદિર વિશેની માહિતી આપતા આચાર્ય કમલેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ મંદિર સૌરાષ્ટ્રનું એક માત્ર એવું મંદિર છે કે જ્યાં ફક્ત ગણેશ ભગવાનની જ પૂજા થાય છે, વૈદિક મંત્રોચાર દ્વારા દરરોજ ગજાનન બાપાની આરતી કરવામાં આવે છે તેમજ ભોગ ધરવામાં આવે છે. કિરીભાઈ કુંડલીયા અને તેમના પરિવાર દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, વર્ષોથી આ મંદિર અને ભગવાનની સેવા ભૂદેવો દ્વારા કરવામાં આવે છે. 

આ મંદિર ત્રણ ખંડમાં વહેચાયેલું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ મંદિરનું નિર્માણ લોખંડના ઉપયોગ વિના કરવામાં આવ્યું છે, આ મંદિરની અંદર ગણપતિ દાદાના 12 સ્વરૂપના દર્શન મૂર્તિ સ્વરુપે જોવા મળશે,સાથે જ આ મંદિરનું બાંધકામ મનમોહક છે, મંદિરમાં પ્રવેશતાની સાથે જ આત્મ શાંતિની અનુભૂતિ થાય છે,
 

ત્યારે ભાદરવા મહિનાની ચોથના દિવસે 31 ઓગસ્ટ બુધવારના રોજ ગણેશ ચતુર્થી નિમિતે આ મંદિરમાં ભવ્યાતિભવ્ય ગણેશ પૂજા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, નિજ મંદિરની અંદર ગણેશજીના ચરણ સ્પર્શ કરવાનો લાભ પણ ભાવિ ભક્તોને મળશે, આ લાભ વર્ષમાં એક જ વાર મળે છે, તેમજ દર સંકટ ચોથના દિવસે લોકકલ્યાણ અર્થે સંકટ ચોથની પૂજા કરવામાં આવે છે તો સાથે જ લાભપાંચમના દિવસે ખાસ ધનલાભ અર્થે રૂપિયાનો સિક્કો પણ આપવામાં આવે છે, તો આ સાથે જ રાજકોટની ધર્મપ્રેમી જનતાને ગજાનન ગણપતિ બાપાના આશીર્વાદ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application