ગ્રામ્ય પંથકોમાં પણ સંક્રમણની ગતિ વધી: પાલિતાણામાં 5, વલભીપુરમાં 4 કેસ

  • April 15, 2021 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોવીસ કલાકમાં ભંડારીયા તથા ઘોઘામાં નવા ત્રણ-ત્રણ કેસ નોંધાયા

 


કોવિડ-19 સંક્રમિત કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. એક તરફ શહેરમાં રેપિડ ટેસ્ટની કિટની અછત છે અને આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ પણ ત્રણ દિવસે આવી રહ્યા છે તેમ છતા રોજીંદા કેસની સંખ્યા તો આગળ જ વધી રહી છે. ગઈકાલ મંગળવારે 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 50 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. નવા દર્દીઓ સામે કોરોના મુક્ત થનારની સંખ્યા વચ્ચે 78નો તફાવત રહ્યો છે અને હાલ 927 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. મંગળવારની જેમ જ આજે પણ મોટી સંખ્યામાં નવા દર્દીઓ ઉમેરાય તો સારવાર હેઠળના દર્દીઓનો આંકડો એક હજારને આંબી જશે.

 


ભાવનગર જિલ્લામા મંગળવારે 128 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 8,047 થવા પામી છે. ગઈકાલે ભાવનગર શહેરી વિસ્તારમાં 45 પુરૂષ અને 36 સ્ત્રી મળી કુલ 81 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા જ્યારે તાલુકાઓમાં પાલીતાણા ખાતે 5,  વલ્લભીપુર ખાતે 4, ભાવનગર તાલુકાનાં ભંડારીયામાં 3, રતનપર(ગા) ગામ ખાતે, તળાજા ખાતે 2, ધારડી ગામ ખાતે 2, ઘોઘામાં 3 તો ગારીયાધાર, ઉજળવાવ,  ધોળા, રામણકા, ગોરખી, દેવળીયામાં, ભોજાવદર, વેળાવદર, જેસર, વડોદ, વલ્લભીપુર, દરેડ, પચ્છેગામ, રંઘોળા, ચોગઠ,  ઉમરાળા,  પીપળીયામાં, નાના ખોખરા ગામ, અમરગઢ, ઇંગોરાળા, સિહોર, હાથબ, નાની રાજસ્થળી, દેવલી, નાની પાણીયારી તેમજ ધોળા ખાતે એક-એક કેસ મળી કુલ 47 લોકો તાલુકા મથકોમાં પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 43 અને તાલુકાઓમાં 7 કેસ મળી કુલ 50 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS