રેમડેસિવિરના ભાવ ટૂંકસમયમાં ઘટી જશે: મનસુખ માંડવિયા

  • April 15, 2021 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્જેક્શનના ઉત્પાદકો સાથે કેન્દ્ર સરકારે ઉચ્ચ કક્ષાની બેઠક યોજી: રેમડેસિવિરના ઉત્પાદકો સ્વેચ્છાએ તેનો ભાવ 3500થી ઓછો કરવા સંમતરાજ્યમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોરોનાની સારવારમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ રહેલા રેમડેસિવિર ઈન્જેક્શનની અછતને દૂર કરવા અને તેના ભાવને ઘટાડવાને લઈને કેન્દ્ર સરકારે મહત્વની વાત કરી છે. જેનાથી એવી આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ રેમડેસિવિર ઈન્જેક્શનોની અછત દૂર થઈ જશે અને તેના કાળાબજાર પર પણ લગામ લાગશે.

 


કેન્દ્રિય પોટ્ર્સ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રેમડેસિવિરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસિવિર ઉત્પાદકો સાથે તા. 12 અને 13 માર્ચના રોજ ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસિવિરના ઉત્પાદન તેમજ સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયા છે.

 


તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસિવિરના ઉત્પાદનકતર્ઓિને સ્વેચ્છાએ રેમડેસિવિરનો ભાવ રૂ.3500થી ઓછી કિંમતે આ અઠવાડિયાના અંત સુધીમાં ધટાડી દેશે. રેમડેસિવિરના ઉત્પાદકતર્ઓિને સરકાર દ્વારા હોસ્પિટલોને જ પુરવઠો પૂરો પાડવા પ્રાધાન્યતા આપવા માટે નિર્દેશો અપાયા છે.
ડીજીજીઆઈ દ્વારા ભારત અને રાજયની એન્ફોર્સમેન્ટ ઓથોરીટીને કાળા બજારી, સંગ્રહખોરી અને ભાવ વધારો રોકવા માટે ઝડપી પગલાં લેવા માટે નિર્દેશો અપાયા છે. નેશનલ ફામર્સ્યિૂટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટી રેમડેસિવિરની ઉપલબ્ધતા અંગે સતત મોનીટરીંગ કરી રહ્યું હોવાનુ પણ તેમણે જણાવ્યું હતું.

 


ઉલ્લેખનીય છે કે, રેમડેસિવિર એક એન્ટી વાયરલ દવા છે. તેનું ડેવલપમેન્ટ હિપેટાઈટિસ સીની સારવાર માટે કરાયું હતું. પરંતુ, બાદમાં ઈબોલા વાયરસમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો. કોરોના વાયરસના સારવારમાં ઉપલબ્ધ શરૂઆતની દવાઓમાં રેમડેસિવિર પણ સામેલ હતી. જેના કારણે આ દવા મીડિયામાં ચચર્મિાં રહી છે. જોકે, 20 નવેમ્બર, 2020એ વર્લ્ડ બેંકે કહ્યું હતું કે, કોરોના દર્દીઓની સારવારમાં ડોક્ટરોને રેમડેસિવિરના ઉપયોગથી બચવું જોઈએ. ડબલ્યુએચઓના દાવાથી ઉલટું દવા બનાવતી કંપ્નીએ રેમડેસિવિરના પક્ષમાં દલીલ કરતા કહ્યું કે, દવા કોરોનાની સારવારમાં કારગત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS