કોરોના: 14 રાજયોમાં રિકવરી દર 90 ટકાથી વધુ

  • May 26, 2021 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યારે દેશમાં 26 લાખ એક્ટિવ કેસ, અમુક રાજ્યોમાં જ કેસમાં વધારો



કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મૃત્યુનો દર ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને આ પરિસ્થિતિ વચ્ચે આવેલા એક નવા અહેવાલ મુજબ દેશના 14 જેટલા રાજ્યોમાં પરિસ્થિતિ સુધરી રહી છે અને રિકવરી દર 90 ટકાથી વધુ થઈ ગયો છે.

 


પાછલા કેટલાક દિવસોથી દેશમાં કેશ માં ઘટાડો શરૂ થયો છે હવે આપણે ત્યાં હજુ પણ ચાલી રહી છે. અત્યારે દેશમાં 26 લાખ જેટલા એક્ટિવ કેસ છે જે થોડા સમય પહેલા 37 લાખ હતા. રસીકરણ અભિયાન ધીમું પડી ગયું હોવા છતાં દેશમાં ઘટાડો થઈ રહ્યો છે તે સારી નિશાની છે તેમ માનવામાં આવે છે.

 


જોકે કોરોનાવાયરસ ના કેસ ઘટી રહ્યા છે તો બીજી બાજુ બ્લેક ફંઞસના કેસ વધી રહ્યા છે અને ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રના અને અન્ય રાજ્યોમાં પણ આવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની સામે રાજ્યો અને તબીબી આલમ સક્રિય થઈ ગઈ છે.

 


દેશમાં દરમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાની બાબત છે કે અને ઉત્તરપ્રદેશમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 170 જેટલા દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે. બિહારમાં પણ કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુ વધી ગયા હતા.

 


દેશમાં કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડાનો દોર ચાલુ રહેશે તો બહુ ઝડપથી પરિસ્થિતિ સામાન્ય થઈ જવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આમ છતાં લોકોને કોરોના નિયમોનું સખત પાલન કરવાની નસીહત કરવામાં આવી રહી છે. હજુ પણ ઘણા બધા રાજ્યોમાં લોકો નિયમોનું પાલન બરાબર કરતા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS