ધારીમાં રોમિયોગીરી કરતા તત્વો સામે પોલીસની લાલ આંખ

  • March 31, 2021 10:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારી શહેર છેલ્લા કેટલાક સમયથી બાપ કમાઇ વાળા બબુડીયાઓનો સ્કુલ, કોલેજ, એસટી ડેપો સહિત વિસ્તારમાં ત્રાસ વધી રહ્યો છે અને છેલ્લા એક માસ યુવતી ને અને કેન પ્રકારે ફસાવી અને ભગાડી જવાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે એક માસમાં ત્રણ થી ચાર કેસ  પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે ધારી પોલીસ સ્ટેશન ત્રણ દિવસ પહેલા


એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા વડીલ પોલીસ સ્ટેશન આવ્યા અને કહ્યું હતું કે સાહેબને મળવુ છે તેમ કેહતા હાજર સ્ટાફે ધારી પીએસઆઇ એન, એ વાઘેલાની ચેમ્બર મોકલ્યા હતા, આ વડીલ ચેમ્બર જતા ની સાથે જ રોવા ની પોક મૂકી હતી અને પીએસઆઇ વાઘેલાએ પેહલા શાંત કરવા માટે પ્રથમ પાણી આપી અને શાંતિ થી પૂછ્યું  શું થયું છે મને જણાવો ત્યારે આ વડીલે માંડી વાત કરી કે હુ દિકરીનો બાપ છૂ અને મારી દિકરી સ્કૂલે જાયે છે ત્યારે મોટરસાયકલ પર રોમિયો ગીરી કરતા શખ્સો મારી દિકરી ને પરેશાન કરે છે આ વાત સાંભળીને પીએસઆઇ વાઘેલા પુછ્યું મોટરસાયકલના ગાડી નંબર છે પણ નંબર નહતા આ વાત સાંભળીને ધારી પીએસઆઇ એન,એ વાઘેલા અને સ્ટાફ દ્વારા આવા ધુમ સ્ટાઇલ વાળા બાપ કમાઇ વાળા બબુડીયા અને સ્કૂલ, કોલેજ, એસટી બસ સ્ટેન્ડ, શાક માર્કેટ પાસે વિસ્તારમાં થી પુછપરછ કરી અને ૧૦થી ૧૫ શખ્સો ને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને જે ખરેખર કામ માટે આવ્યા હતા તેમને કડક સુચના આપી હતી અને જવા દીધા હતા શહેરમાં વધતી રોમિયો ગીરીને કોઇ કાળે સાખી લેવામાં નહીં આવે અને રોમિયો ગીરી કરતા પકડાશે તેમની હવે ખેર નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS