રસી લીધા બાદ પણ ડેલ્ટા વેરિયંટનો ચેપ લાગવાનું જોખમ યથાવત : આઈસીએમઆર

  • August 19, 2021 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીથી બચાવ માટે અત્યાર સુધીમાં દુનિયાભરમાં એકમાત્ર કોવિડ 19 વેકસીને સંપૂર્ણ રીતે માન્યતા આપવામાં આવી છે. પરંતુ ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદનું કહેવું છે કે વાયરસનો ડેલ્ટા વેરિયંટ વેકસીન લીધા બાદ પણ લોકોને સંક્રમિત કરી શકે છે. ચેન્નઈમાં આઈસીએમઆરએ એક રિસર્ચ કરી હતી જેના પરિણામમાં આ વાતનો ખુલાસો થયો છે. અધ્યયન અનુસાર આ વેરિયંટ રસી લીધી નથી તેવા લોકોને સંક્રમિત કરશે જ અને સાથે વેકસીન લઈ ચુકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. 

 

જો કે આ રિસર્ચમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે રસી લીધા બાદ સંક્રમિત થાય તો પણ વ્યક્તિ પર મૃત્યુનું જોખમ ઓછું રહે છે. આ વચ્ચે ભારતમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 50 કરોડ થયો છે. આઈસીએમઆરે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. આ સાથે જ તેણે ટેસ્ટમાં કામ કરતાં સ્ટાફ, સહયોગી, લેબોરેટરી અને કેન્દ્ર તેમજ રાજ્ય તરફથી મળતી મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

 

અમેરિકા અને બ્રિટનમાં પણ એવા કેસ સામે આવ્યા છે જેમાં ડેલ્ટા સામે વ્યક્તિનું રક્ષણ કરવા વેકસીન કારગર સાબિત થઈ નથી. આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલા આ અધ્યયનના પરિણામને 17 ઓગસ્ટના રોજ જર્નલ ઓફ ઈંસ્પેક્શનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જે અનુસાર ડેલ્ટા વેરિયંટ વેકસીન લઈ ચુકેલા લોકો અને રસી ન લીધી હોય તેવા લોકોના સમૂહને પણ સંક્રમિત કરે છે. ભારતમાં મહામારીની બીજી લહેરનું કારણ ડેલ્ટા વેરિયંટ જ હતું. 

 

આ અધ્યયનમાં અનેક રિસર્ચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં કોવિડ વેકસીન કોવિશીલ્ડ અને કોવેક્સીન લેનારમાં પણ આ વેરિયંટના કારણે એંટીબોડી ઘટી હોવાની વાત કહેવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS