ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 1થી 16 જુલાઈ દરમિયાન લેવાશે પરીક્ષા

  • June 01, 2021 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10 રીપીટર અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. ધો.12 ની પરીક્ષાના કાર્યક્રમ અનુસાર 1 જુલાઇથી પરીક્ષા શરૂ થશે જેમાં એક જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર હશે જ્યારે 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન,  5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇએ ગણિતનું પેપર, 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઇએ ભાષાના પેપર લેવાશે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવાશે. 

 

ધો.10 ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં 1  જુલાઇએ ભાષાઓના પેપર, 2 જુલાઇએ ગુજરાતીનું પેપર, 3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર, 5 જુલાઇએ ગણિતનું પેપર, 6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર, 7 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર, ધો.10ના વિદ્યાર્થીઓના પેપરનો સમય સવારે 10.00થી 1.15નો રહેશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS