કોરોનાની બીજી લહેરે અર્થતંત્રને તોડી નાખ્યું: RBI

  • May 05, 2021 10:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈમરજન્સી હેલ્થ સેવા માટે રૂા.૫૦ હજાર કરોડની જાહેરાત: રસી તેમજ મેડિકલ સામગ્રીના ઉત્પાદકો તેમજ એમએસએમઈને ઝડપી લોન મળશે: મોનસૂન સારું રહેશે તો મોંઘવારી ઘટશે

 


દેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેર અત્યતં ઘાતક બની છે અને અર્થતત્રં આડે ફરીથી ગંભીર અવરોધો સર્જાયા છે ત્યારે આજે રિઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંત દાસ દ્રારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને એમણે એમ કહ્યું હતું કે, બીજી લહેરે દેશના અર્થતંત્રને તોડી નાખ્યું છે. એમણે કહ્યું કે, અર્થતંત્રના અનેક ક્ષેત્રોમાં રફતાર ધીમી પડી છે.

 

 


રિઝર્વ બેન્ક દ્રારા કોરોનાકાળમાં રૂા.૫૦ હજાર કરોડની હેલ્થ ઈમરજન્સી સહાયતાની જાહેરાત કરવામાં આવી છે. એમણે કહ્યું છે કે, પરિસ્થિતિ પર રિઝર્વ બેન્કની સતત નજર છે પરંતુ બીજી લહેર સામે વધુ મજબૂત પગલાં લેવાની જરૂર છે.

 

 


એમણે કહ્યું કે, આ સંકટકાળમાં ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરી છે અને ભારતમાં પણ ધીમી રિકવરી છે. પ્રથમ લહેર બાદ દેશમાં અર્થતંત્રમાં રિકવરી ઝડપી હતી પરંતુ બીજી લહેરમાં અર્થ તત્રં ભારે મુશ્કેલીમાં મુકાયું છે. જો કે, સારા મોનસૂનની આગાહી થઈ છે અને તેનાથી ગ્રામ્ય માગમાં વધારો થવાની શકયતા છે. બીજી લહેરમાં પણ અર્થતંત્રના અનેક ક્ષેત્રોમાં રફતાર ધીમી છે પરંતુ ઉત્પાદન પર હજુ એટલી બધી ઘેરી અસર દેખાતી નથી.

 

 


એપ્રિલ માસમાં દેશમાં ટ્રેકટરની માગમાં વધારો થયો હતો. જો કે, માર્ચ માસમાં રિટેઈલ મોંઘવારી વધી ગઈ હતી, દાળ અને ખાવાના તેલના ભાવમાં ઉછાળો થયો છે પરંતુ મુળ વાત એ છે કે, બીજી લહેરથી પરિસ્થિતિ ગંભીર બની છે. જો મોનસૂન સારો રહેશે તો મોંઘવારી ઘટશે.

 

 


રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આજે સ્મોલ ફાયનાન્સિયલ બેન્કોને કેટલીક છૂટછાટો આપી છે અને પ્રાયોરિટી ફેકટર માટે ગ્રાહકો એટલે કે જલ્દીથી લોન પાસ કરી દેવાની સૂચના આપી છે. સ્મોલ ફાઈનાન્સિયલ બેન્કોને લોન જલ્દી આપવા માટે રૂા.૧૦ હજાર કરોડની મર્યાદા આપવામાં આવી છે. ખાસ કરીને હેલ્થકેર સેકટર તેમજ રસી નિર્માતા અને રસીના સપ્લાયર. એ જ રીતે મેડિકલ સામગ્રી સાથે જોડાયેલા ક્ષેત્રોને ઝડપી લોન પાસ કરવાની સૂચના અપાઈ છે.

 

 


એ જ રીતે એમએસએમઈ સેકટરને પણ રાહત આપી છે અને તેમને લોનમાં પણ કેટલાક લાભ મળશે અને ઝડપી લોન મળશે. બેન્કો દ્રારા કોરોના લોન બૂક બનાવવામાં આવશે અને રિઝર્વ બેન્કની ગાઈડલાઈન મુજબ લોન ઝડપી પાસ કરવામાં આવશે. સીસ્ટમમાં લિકિવડીટીની હાલત પર આરબીઆઈની સતત નજર છે અને તેને વધુ મજબૂત બનાવવામાં આવશે.

 


મેડિકલ ઓકિસજન તેમજ દવાઓ અને અન્ય કોરોના સાથે સંબંધિત ઉત્પાદક ક્ષેત્રોને ઝડપથી લોન પાસ કરવાની સ્મોલ ફાઈનાન્સિયલ બેન્કોને છૂટ આપવામાં આવી છે. આમ, કોરોના વાયરસ મહામારીની ભયંકર બનેલી બીજી લહેર સામે નાણાકીય ક્ષેત્ર અને અર્થતંત્રને ઓકિસજન આપવાનો આજે રિઝર્વ બેન્ક દ્રારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS