સેન્સેક્સ 1300 પોઈન્ટ કડાકા બાદ તળિયેથી 500 પોઈન્ટ ઉંચકાયો

  • April 06, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાએ શેરબજારને ગભરાવ્યું : રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ સ્ટોક્સમાં કરી રહ્યા છે

 

દેશમાં વધતા કોરોનાના કેસનાને કારણે આજે સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે. આજે સવારના સત્રમાં સેન્સેક્સ1300 પોઈન્ટ ઘટીને48706ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યોહતો અને સેન્સેક્સમાં સામેલ 30 સ્ટોકમાંથી 27 સ્ટોક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા . જેમાં બજાજ ફાઈનાન્સ અને ઇન્ડસઇન્ડ બેંકનો સ્ટોક સૌથી વધારે 4-4 ટકા નીચે આવી ગયા હતા. જો કે, બપોરે સેન્સેક્સ તળિયેથી 500 પોઈન્ટ ઊંચકાયો છે અને હાલમાં 774 પોઇન્ટના ઘટાડા સાથે 49255 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ પહેલા 26 માર્ચના રોજ સેન્સેક્સ 49 હજાર નીચે આવી ગયો હતો.

 


નિફ્ટી પણ 350 પોઈન્ટ નીચે 14515.45 પર ટ્રેડ થઈ રહ્યો; હતો પણ બપોરે તેમાં પણ સુધારો જોવાયો હતો અને હાલમાં 202 પોઈન્ટ ઘટીને 14655 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. . રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ સ્ટોક્સમાં કરી રહ્યા છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 1215 પોઈન્ટ એટલે 3.6 ટકા નીચે 32642.85 પર આવી ગયો છે. તેવી જ રીતે ઓટો ઇન્ડેક્સ 2 ટકા અને મેટલ ઇન્ડેક્સ 1.2 ટકા નીચે આવી ગયો છે.

 


 પર 2508 સ્ટોકમાં ટ્રેડ થઈ રહ્યું છે. જેમાં 794 સ્ટોકમાં ઉછાળા સાથે અને 1563 સ્ટોક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. તેમાં 172 સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી છે. એક્સચેન્જ પર લિસ્ટેડ કંપ્નીઓની કુલ માર્કેટ કેપ 204.43 લાખ કરોડ રૂપિયા આવી ગઈ છે જે 1 એપ્રિલના રોજ 207.25 લાખ કરોડ રૂપિયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS