સરકાર હસ્તકની હોસ્પિટલોમાં ખાનગી પ્રેક્ટિસ કરતાં તબીબોની સેવા ઉપલબ્ધ કરાવાશે

  • March 09, 2021 10:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 
નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, તબીબીક્ષેત્રે સરકારી સેવાઓમાં ઉપલબ્ધતા મર્યાદિત હોઈ, સરકાર હસ્તકની જનરલ હોસ્પિટલોમાં ખાનગી પ્રેક્ટિસ કરતાં તબીબોને પણ ઉચિત પગાર આપી દર્દીઓની સારવાર કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

 


રાજ્યની સરકારી જનરલ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાતોની ખાલી  જગ્યા અંગે નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આ જગ્યાઓ ભરવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ તબીબો સરકારી સેવા કરતા ખાનગી પ્રેક્ટિસ વધુ કરી રહ્યાં છે. આમ છતાં કોરોના સમયની ગંભીર બીમારી સમયે ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોને ખાનગી પ્રેક્ટિસ સાથે ૮૫ હજાર તેમજ કાયમી માટે ૧.૨૫ લાખ સુધીની ઓફર કરવામાં આવી હતી. સાથોસાથ આયુષ ડોકટર્સને રૂ. ૩૦ હજાર ચૂકવીને રાજ્યના દર્દીઓને સારવારમાં કચાશ ન રહે તેની તકેદારી રાખવામાં આવી છે. 


 

નાયબ મુખ્યમંત્રી એ એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રી  ગુજરાતના મુખ્યમંત્રી  હતા ત્યારે ગુજરાતને વધુ તબીબો મળી રહે તે માટે વધુ મેડિકલ કોલેજો ઊભી કરવાનો નિર્ણય લેવાતા આજે ૫૫૦૦ જેટલી મેડિકલ સીટો ગુજરાતમાં છે. તેથી આવનાર દિવસોમાં સરકાર હસ્તકની હોસ્પિટલોમાં વધુ તબીબો મળશે તવી આશા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS