સેન્ડવિચ, ચાઈનીઝ, આઈસ્ક્રીમ સહિતની દુકાનોએ ગ્રાહકોની ભીડ: ગુના નોંધાયા

  • May 15, 2021 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ ડિસ્ટન્સના ભગં બદલ ૮ દુકાનદારો સામે કાર્યવાહી: રાત્રી કરફયુ ભગં કરનાર ૧૩૨ ઝપટે ચડયા: જાહેરનામા ભંગના વધુ ૧૫૫ કેસ

 


કોરોનાની બીજી લહેર હવે હળવી થઈ ગઇ હોઈ તેમ કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતુ શહેર પોલીસ આક્રમક બની હોય તેમ જાહેરનામાના ભંગના કેસ સતત વધી રહ્યા છે. શહેર પોલીસે રાત્રી કર્યુ સહિત જાહેરનામા ભંગના વધુ ૧૫૫ કેસ કર્યા છે. જેમાં સેન્ડવીચ, ચાઇનીઝ–પંજાબી અને આઈસ્ક્રીમની દુકાન પર ગ્રાહકોની ભીડ વધુ હોય પોલીસે દુકાનદારો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

 

શહેરના પ્રધુમન નગર પોલીસ મથકના સ્ટાફે એરપોર્ટ રોડ પર રાજકૃતિ એપાર્ટમેન્ટ સામે આશુતોષ કોઠી આઈસ્ક્રીમ, જંકશન પ્લોટ મેઈન રોડ પર બાલાજી સેન્ડવીચ, ગુકૃપા ચાઇનીઝ–પંજાબી તેમજ ગાયત્રી ડેરીમાં ગ્રાહકોની ભીડ હોય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું ન હોઈ દુકાનદારો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે, આ સહિત આઠ દુકાનદારો સામે પોલીસે સોશિયલ ડિસ્ટન્સ ભગં અંગે કાર્યવાહી કરી છે. તેમજ આવશ્યક ચીજવસ્તુની વ્યાખ્યામાં સમાવેશ થતો ન હોવા છતાં પોતાની દુકાન ચાલુ રાખનાર સાત નાના–મોટા ધંધા સામે કેસ કર્યા છે. શહેર પોલીસે શુક્રવાર રાત્રિના શહેરના અલગ–અલગ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન જરી કામ ન હોવા છતાં કરયુ સમયે ઘર બહાર આંટાફેરા કરનાર ૧૩૨ શખસો સામે રાત્રી કર્યુના જાહેરનામાના ભગં અંગે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત જાહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળનારા ૨૬ કેસ કર્યા છે તેમજ રિક્ષામાં નિયમ વિદ્ધ વધુ મુસાફરો બેસાડનાર આઠ રિક્ષાચાલક પણ ઝપટે ચડયા હતા.તથા હોમ કોરોન્ટાઈનનો નિયમ તોડનાર બે શખસો સામે કેસ કરવામાં આવ્યો છે.તથા બાઈકમાં ત્રણ સવારીમાં નીકરનાર બે વાહન ચાલક પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા. આ સહિત શહેર પોલીસે જાહેરનામા ભંગના વધુ ૧૫૫ કેસ કર્યા છે.

 

 


રૈયા ચોકડીએ પીધેલી હાલતમાં જીમ ટ્રેનર અને તેના બે મિત્રો ઝડપાયા
ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખોડુભા જાડેજા તથા સ્ટાફ રાત્રિના કર્યુ સમયે ચેકિંગમાં હતો દરમિયાન ત્રણ શખસો શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેની પૂછપરછ કરતા તેઓ નશાની હાલતમાં હોવાનું માલુમ પડું હતું. જેથી પોલીસે જિમ ટ્રેનર યસ કનુભાઈ ગઢવી (ઉ.વ ૨૧ રહે. ભારતીનગર શેરી નંબર ૧ ગાંધીગ્રામ રાજકોટ) તથા તેના બંને મિત્રો રાજેન્દ્રસિંહ જશુભા જાડેજા (ઉ.વ ૨૭ રહે દ્રારકા રેલવે કોલોની) અને ઘનુભા સજુભા જાડેજા (ઉ.વ ૨૭ રહે ભોપાલકા તા. કલ્યાણપુર) સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application