ભારતની સ્થિતિ કાળજું કંપાવનારી: ડબલ્યુએચઓના વડા

  • April 27, 2021 09:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને યુનો જરૂરી તમામ મદદ કરી રહ્યા છે: 2600 નિષ્ણાતોને ભારત મોકલ્યા હોવાનો પણ દાવોવિશ્વ સ્વાસ્થય સંગઠન (ડબલ્યુએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેસિસે ભારતમાં કોવિડ-19ના કેસ અને મોતાના રેકોર્ડ-બ્રેકિંગ લહેરને લઇ ચિંતા વ્યકત કરી. તેમણે કહ્યું કે સંગઠન સંકટને દૂર કરવામાં મદદ કરી રહ્યું છે. ટેડ્રોસે સંવાદદાતાઓને કહ્યું કે ભારતમાં હૃદય કંપાવનારી સ્થિતિ છે. તેમની ટિપ્પણી ભારતમાં ભયાનક કોરોના વાયરસ લહેરને લઇ આવી છે, જ્યારે દેશની હોસ્પિટલ અને સ્મશાનઘાટ પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યા છે.

 


તાજેતરના દિવસોમાં સંક્રમણમાં વૃદ્ધિથી દર્દીઓના પરિવારોને ઓક્સિજનનો પુરવઠો અને હોસ્પિટલમાં બેડ માટે સોશિયલ મીડિયા પર મદદ માંગતા દેખાઇ રહ્યા છે. નવી દિલ્હી એક સપ્તાહ વધુ લોકડાઉન કરવા માટે મજબૂર થયું છે.

 


ટેડ્રોસે કહ્યું કે ડબલ્યુએચઓએ બધું જ કરી રહી છે જે અમે કરી શકીએ છીએ. મહત્વપૂર્ણ સાધનોનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે સંયુકત રાષ્ટ્રની સ્વાસ્થય એજન્સી અન્ય વસ્તુઓમાં હજારો ઓક્સિજન કોન્સટ્રેટર, પ્રી ફેબ્રિકેટેડ મોબાઇલ ફીલ્ડ હોસ્પિટલ અને લેબોરેટરીનો પુરવઠો પૂરો પાડી રહ્યા છે.

 


ડબલ્યુએચઓએ એમ પણ કહ્યું કે તેણે પોલિયો અને ટીબી સહિત વિભિન્ન કાર્યક્રમોના 2600થી વધુ નિષ્ણાતોને ભારતીય સ્વાસ્થય અધિકારીઓની સાથે કામ કરવા માટે અના મહામારી સાથે લડવામાં મદદ કરવા માટે મોકલ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021