સવા કરોડના વહીવટમાં સોની પરિવારે પોલીસને પૂરી દીધા,પોલીસે મહિલાઓ અને બાળકોને પણ ફટકાર્યા

  • April 21, 2021 03:05 AM 

પ્રહલાદ પ્લોટમાં બનેલા બનાવ અંગે સોની પરિવારના 20 સભ્યો વિરુદ્ધ ફરજમાં કાવટ રાયોટિંગનો ગુનો નોંધાયો: સમગ્ર મામલાની તપાસ એસીપીને સોંપાઈ

 


શહેરના પ્રહલાદ પ્લોટમાં રહેતા સોની પરિવાર અને ક્રાઈમ બ્રાન્ચ ના પીએસઆઇ વચ્ચે થયેલા ઘમાસાણમાં અંતે સોની પરિવારના સભ્યો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે ત્યારે આ પ્રકરણમાં સવા કરોડના વહીવટમાં સોની પરિવાર ના સભ્ય નું નિવેદન લેવા ગયેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલની સોની પરિવાર એ પૂરી દીધો હતો અને ઘરમાં ગોંધી રાખ્યો હતો દોઢ કલાક સુધી ચાલેલા આ ઘટનાક્રમમાં પીએસઆઇએ પોલીસ કંટ્રોલ અને પોતાના ઉપરી અધિકારીની મદદ માગતા પોલીસ કાફલો પ્રહલાદ પ્લોટ ખાતે દોડી ગયો હતો અને પોલીસ ઉપર હુમલો કરનાર સોની પરિવારના સભ્યો અને પોલીસે પકડી પકડીને માર્યા હતા જેમાં પોલીસે મહિલાઓ અને બાળકોને પણ ફરકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે આ મામલે હાલ એસીપીને તપાસ સોંપવામાં આવી છે.

 


રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા ધર્મેશભાઈ સોની નામના શખ્સ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં મુનિરાબેન નામની મહિલાએ 1.13 કરોડની ઠગાઈ અંગે અરજી કરી હતી જેમાં આરોપી ધર્મેશ સોનીએ આગોતરા મેળવ્યા હતા આગોતરા મળ્યા બાદ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા માટે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ.વી.સાખરા અને સ્ટાફે અનેક વખત ફોન કરીને બોલાવ્યા હતા છતાં નિવેદન માટે ક્રાઇબ બ્રાંચની પોલીસ ચોકીએ ધર્મેશ ગયો ન હતો.

 

 

આ બાબતે સોની સમાજના મહિલા અગ્રણી પણ પીએસઆઈ સાખરા પાસે આવ્યા હતા અને વાતચીત કરી નિવેદન લેવા આવવુ હોય તો ઘરે આવજો તેમ ખતું હતું દરમિયાન ગઈકાલે બપોરે આરોપી ધર્મેશ સોનીએ ફોન કરીને ઘરે આવવાનું કહેતા પીએસઆઇ એસ.વી.સાખરા અને કોન્સ્ટેબલ મહેશ મંઢ બંને ગયા હતા ઘરે જતા આરોપીએ ઘરમાં આવીને ચા-પાણી પીવા બોલાવી શાંતિથી વાત કરવાનું કહેતા બંને ઘરમાં ગયા હતા ત્યારે જ આરોપી ધર્મેશ સોનીનો પરિવાર તૂટી પડ્યો હતો અને અંદાજે સોની સમાજના અગ્રણીઓ અને પરિવારજનો સહીત 25 જેટલા પુરુષ સભ્યો અને 5થી વધુ મહિલાઓએ બંને જવાનોનો ઉધડો લીધો હતો અને ઝઘડો કરવા લાગ્યા હતા અને બંને પોલીસમેનના ફોન ઝૂંટવી લીધા હતા તેમજ બંને જવાનો ઉપર જોહુકમી કરવા લાગ્યા હતા શાંતિથી વાત કરવાનું કહેતા મહિલાઓએ બંને પોલીસમેનને મારકૂટ કરવાનું ચાલુ કરી દીધું હતું પુરુષ સભ્યો મોબાઈલમાં શૂટિંગ ઉતારવા લાગ્યા હતા જેમાં પોલીસમેનની ઘડિયાળ પણ તૂટી ગઈ હતી મહિલાઓએ પીએસઆઇ અને કોન્સ્ટેબલને વિખોળીયા પણ ભરી લીધા હતા અને બેફામ મારકૂટ કરી હતી અંદાજે એકાદ કલાક સુધી બંને પોલીસ જવાનોએ રૂમમાં પુરી અસહ્ય મારકૂટ સહન કરી હતી.

 

 

બાદમાં આ બાબતે પીએસઆઈ એસ.વી.સાખરાએ મદદ માટે કંટ્રોલમાં અને ઉપરી અધિકારી ને જાણ કરતા ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ આર ટંડેલ, ડીસીબી પીઆઇ ગઢવી, એ ડિવિઝન પીઆઇ જોષી, ક્રાઇમ બ્રાન્ચનો અન્ય સ્ટાફ પણ દોડી ગયો હતો અને ગોંધી રખાયેલા બંને જવાનોને છોડાવ્યા હતા અને તમામ 13 પુરુષ અને 7 થી વધુ મહિલાઓને ડિટેન કયર્િ હતા અને એ ડિવિઝને લઇ જવાયા હતા ધરપકડ કરતી વેળાએ પણ પોલીસ સાથે ભારે ઝપાઝપી કરી હતી અને જેમાં આરોપીઓને ટીંગાટોળી કરીને પોલીસ વેનમાં બેસાડવામાં આવ્યા હતા.

 


આ બાબતે પીએસઆઈ એસ.વી.સાખરાની ફરિયાદને આધારે પ્રહલાદ પ્લોટમાં રહેતા ધર્મેશ કિશોરચંદ્ર બારભાયા તેના પિતા કિશોરચંદ્ર ધીરજલાલ બારભાયા, દિવ્યેશ કિશોર બારભાયા,પ્રિયંક ધર્મેશ બારભાયા,મોહિત હરેશ રાણપરા, ગિરીશ ડાયાભાઈ ફીચડીયા, દિપક કાંતિલાલ રાણપરા,પિયુષ રજનીકાંત આડેસરા, મિતેશ કિરીટ સાહોલિયા, મનસુખલાલ અમૃતલાલ આડેસરા, નિલેશ પ્રવિણચંદ્ર રાણપરા તથા મહિલા સુનીતાબેન હસમુખભાઈ પારેખ, કાજલ ધર્મેશ બારભાયા, સુહાની ધર્મેશ બારભાયા, ભાવિની દિવ્યશ બારભાયા, મીનાક્ષી હિતેશ બારભાયા મંજરીબેન નિલેશભાઈ રાણપરા અને વૃષિલ હિતેશ બારભાયા વિરુદ્ધ રાયોટીંગ, ફરજમાં રુકાવટ, કાવતરું સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આગળની તપાસ એસીપી ટંડેલને સોંપવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અરજદાર મુનીરાબેન આરોપી ધર્મેશ સોનીના ગ્રાહક હોય જેથી સંપર્કમાં આવ્યા હતા તેઓ સાથે સોનાની ખરીદીનો વ્યવહાર કર્યો હતો મુનીરાબેનને જામનગર રોડ ઉપર આવેલ જુબાનો વુડ્સ નામની સાઇટ્સમાં મકાન ખરીદવું હોય પરંતુ પોતે મુસ્લિમ હોય તેઓને મકાન નહિ મળે તેમ હોવાથી મુનીરાબેને ધર્મેશ સોનીને તેના નામે મકાન લેવા પૈસા આપ્યા હતા જે મકાનનો દસ્તાવેજ થઇ ગયા બાદ ધર્મેશ સોનીએ હાથ ઉંચા કરી લીધા હતા અને અગાઉના વહીવટના પૈસા અને મકાનનો દસ્તાવેજ વગેરે આપી દેવાની ના પાડતા આ અંગે પોલીસ માં અરજી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS