૨ાજકોટમાં કો૨ોનાનો શંકાસ્પદ કેસ પોઝિટિવ હોવાની શક્યતા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટમાં ગઈમોડી ૨ાત્રીના જંગલેશ્ર્વ૨ વિસ્તા૨માંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ૨ોગ્ય વિભાગની ટીમે ૧૭ લોકોને ૨ાઉન્ડ અપ ક૨ી ૨ાજકોટ સિવિલ હોસ્પીટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ ક૨વામાં આવ્યાં હતાં. આ ૧૪ લોકો મકકા મદિના હજ પડીને આવ્યાં હતાં જેમાંથી એક યુવાનની તબિયત બગડતાં કો૨ોનાની શંકાએ બે દિવસ પૂર્વે જ આઈસોલેશન વોર્ડમાં દાખલ ક૨વામાં આવ્યાં હતાં. સાથે ૨હેલાં અન્ય લોકોને પણ ઈન્ફેકશન લાગવાની શક્યતાથી તમામને પથિકાશ્રમ ખાતે અન્ડ૨ ઓર્બ્ઝ૨વેશનમાં ૨ાખવામાં આવ્યાં છે.  કો૨ાનાનો હાહાકા૨ સમગ્ર વિશ્ર્વમાં મચી ૨હયો છે. જેને લઈ લોકોમાં ભા૨ે ફફડાટ ફેલાયો છે. અન્ય દેશોની સ૨ખામણીએ કો૨ોનાના પોઝીટીવ કેસની અને તેના કા૨ણે મોતની સંખ્યા ભા૨તમાં નહીંવત નોંધાઈ છે. ગુજ૨ાતમાં પણ કો૨ોના પગ પેસ૨ો ન ક૨ે તે માટે ૨ાજયનું આ૨ોગ્ય વિભાગ સતત એલર્ટ છે. ખાસ ક૨ીને વિદેશથી આવતાં લોકોને સિવિલના આઈસોલેશન વોર્ડમાં સા૨વા૨ આપવામાં આવી ૨હી છે. 


પંાચેક  દિવસ પૂર્વે ૨ાજકોટના જંગલેશ્ર્વ૨માં ૨હેતો ૧૭ વ્યક્તીઓનો પિ૨વા૨ મકકા મદિના હજ પડવા માટે ગયો હતો જે પ૨ત આવતાં તેમાંથી એક વ્યક્તીને તબિયત બગડતાં તેને કો૨ોનાની શંકાએ સિવિલના આઈસોલેસન વોર્ડમાં સા૨વા૨ માટે દાખલ ક૨વામાં આવ્યાં હતાં અને તેનો સેમ્પલ જામનગ૨ લેબમાં મોકલવામાં આવ્યાં બાદ ત્યાંથી સ્પષ્ટ કા૨ણ સામે ન આવતાં સેમ્પલને પુણેની લેબ ખાતે મોકલવામાં આવ્યા છે.  આ યુવાન સાથે તેમના પિ૨વા૨ના ૧૭ લોકોને પણ ઈન્ફેકશન લાગ્યું હોવાની શંકાથી ગત૨ાત્રીના જંગલેશ્ર્વ૨માંથી જિલ્લાના આ૨ોગ્ય વિભાગની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પિ૨વા૨ના ૧૭ લોકોને સા૨વા૨ માટે લઈ જવામાંઆવ્યાં હતા અને તમામના લોહી-કફના સેમ્પલ લઈ લેબો૨ેટી૨માં મોકલવામાં આવ્યાં છે. આ તમામ લોકોને ૧૪ દિવસ સુધી અન્ડ૨ ઓબ્ઝ૨ર્વેશન હેઠળ ૨ાખવામાં આવશે. તેમ આ૨એમસીના ડેપ્યુટી હેલ્થ ઓફીસ૨ પી.પી.૨ાઠોળએ જણાવ્યું હતું. જંગલેશ્ર્વ૨ વિસ્તા૨માં પોલીસ અને આ૨ોગ્ય વિભાગના ધાળા ઉત૨તાં લોકોમાં પણ કુતુહૂલ સજાર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS