તાલિબાનને તેના પાડોશી તાજિકિસ્તાને માન્યતા આપવાનો કર્યો ઇન્કાર

  • August 27, 2021 08:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલિબાનને સરકારના સ્વરૂપમાં માન્યતા આપવાનો તેના પાડોશી દેશ તાજિકિસ્તાન એ સાફ ઇનકાર કરી દીધો છે અને તાલિબાનને મોટો ઝટકો આપી દીધો છે અને સાથોસાથ પાકિસ્તાનના વિદેશમંત્રી ની તમામ ખટપટ નિષ્ફળ ગઈ છે.

 

ગઈકાલે પાકિસ્તાનના વિદેશમંત્રી મહેમૂદ કુરેશી સાથે તાજિકિસ્તાન ના રાષ્ટ્રપતિ રહેમાને બેઠક કરી હતી અને ચર્ચા કરી હતી અને તે દરમિયાન જ તાલિબાનને સરકારના સ્વરૂપમાં માન્યતા આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.

 

ત્યારબાદ તાજિકિસ્તાન ની રાષ્ટ્રીય માહિતી એજન્સીના અધિકારી દ્વારા રાષ્ટ્રપતિના હવાલાથી એમ જાહેર કરવામાં આવ્યું હતું કે જોર જુલમ દ્વારા કોઈ દેશ પર કબજો કરવામાં આવે તો તેવા લોકોને સરકાર તરીકે માન્યતા આપી શકાય નહીં.

 

તાજિકિસ્તાન ના આ નિર્ણયથી ભારે આશ્ચર્ય ફેલાયું છે કારણકે તાજિકિસ્તાન ને રશિયા સાથે લાંબા સમયથી ખૂબ જ સારા સંબંધો રહ્યા છે અને તાજીકિસ્તાન રશિયાની ખૂબ જ નજીક માનવામાં આવે છે અને અત્યાર સુધી રશિયાએ તાલીબાનો પ્રત્યે હકારાત્મક વલણ રાખ્યું છે ત્યારે તાજિકિસ્તાન એ તાલિબાનને માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે.

 

તાજિકિસ્તાન એજન્સીના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે દેશના લઘુમતીઓની પરિસ્થિતિ અને એમની અપેક્ષાઓ તેમજ મહિલાઓના અધિકારો ની પરવા કર્યા વગર જોર જુલમ કરવામાં આવે તેવી કોઈપણ પ્રકારની સરકારને તાજીકિસ્તાન માન્યતા આપી શકે નહીં.

 

તાજિકિસ્તાન દ્વારા એવી ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી છે કે અફઘાનિસ્તાનમાં નવી સરકારમાં તાજિકિસ્તાન નો મોટો હિસ્સો એટલે કે સારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ પરંતુ એવું થયું નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS