કોવિડ-19થી બચવા અહીં બનાવાયું કોરોના દેવીનું મંદિર, હવે 48 દિવસ કરાશે મહાયજ્ઞ

  • May 20, 2021 08:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી લોકો પરેશાન છે. ઘણા રાજ્યોમાં આંશિક લોકડાઉન જાહેર કરવું પડ્યું છે તો કોઈ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન કરવું પડ્યું છે. સંક્રમણથી બચવાના તમામ પ્રોટોકોલનું પાલન કરવું, રસીકરણ સહિતની તકેદારી રાખવા છતાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેવામાં હવે લોકોએ ભગવાનનું શરણ લીધું છે. 

 

 

છેલ્લા કેટલાક સમયમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાને માત આપવા પૂજા, પાઠ કર્યાની ઘટનાઓ સામે આવી છે. તેવામાં હવે જાણવા મળ્યું છે કે તમિલનાડુના કોયંબતુરમાં કમાચીપુરી આદિનામ મંદિરમાં કોરોના દેવીની મૂર્તિ બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

 

 

મંદિર પ્રબંધકોનું કહેવું છે કે આ પહેલા પણ પ્લેગ જેવી મહામારીઓ ફેલાઈ છે ત્યારે અહીં દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. લોકોને રોગથી બચાવવાની આ પરંપરા છે. હવે અહીં કોરોના દેવીની મૂર્તિ સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત અહીં 48 દિવસ મહાયજ્ઞ કરવામાં આવશે. જો કે આ યજ્ઞમાં સામાન્ય લોકો ફક્ત દર્શન કરી શકશે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021