પ્લાનિંગ સાથે રજૂ કરવામાં આવશે 'બંટી બબલી 2'નું ટ્રેલર, ક્લિક કરીને વાંચો ક્યારે રીલીઝ થશે ફિલ્મ

  • March 17, 2021 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૈફ અલી ખાન, રાની મુખર્જી સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરીની ફિલ્મ બંટી બબલી 2નું ટ્રેલર રિલીઝ થવાના સમાચાર છે. મળતી માહિતી અનુસાર યશરાજ ફિલ્મ્સે આના માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. આ ફિલ્મ આ મહિને 23 માર્ચે રિલીઝ થઈ શકે છે અને આ માટે યશરાજે સલમાન ખાનની પસંદગી કરી છે. 

યશરાજ સલમાન ખાનના માધ્યમથી ફિલ્મના ટ્રેલરને લાઇવ કરવાની યોજના બનાવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ટીમે બંટી ઓર બબલી 2ના થ્રીએટીકલ પ્રોમો મૂકવાની યોજના બનાવી હતી, પરંતુ હવે કોરોનાના વધતા જતા કેસોને જોતા આ ઇવેન્ટ ઓનલાઇન કરવામાં આવશે. તેથી, ફિલ્મના નિર્માતાઓ ઈચ્છે છે કે સલમાન ખાન ડિજિટલ ટ્રેલર લોન્ચ કરે. જો બધું બરાબર થઈ જશે, તો ફિલ્મનું ટ્રેલર 23 માર્ચએ લોન્ચ થશે.

જો આવું થાય છે, તો તે ચોક્કસપણે શાનદાર હશે.મળતી માહિતી અનુસાર 23 એપ્રિલે આ ફિલ્મના રિલીઝ માટેની તૈયારીઓ ચાલી રહી છે. રાની અને સૈફ 11 વર્ષ પછી સાથે જોવા મળશે. તેમની છેલ્લી ફિલ્મ 2008 માં "થોડા પ્યાર થોડા મેજિક" હતી. ફિલ્મ બંટી ઓર બબલીમાં રાની મુખર્જી અને અભિષેક બચ્ચનની જોડી હતી. આ સાથે જ સિક્વલમાં અભિષેકની જગ્યાએ સૈફ પણ જોવા મળશે. બંટી ઓર બબલી 2 ખુબ જ મનોરંજન કરનાર છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS