શ્રીનગરના લાલ ચોક પર પહેલા ક્યારેય નથી ફરક્યો ઝંડો, આ વર્ષે લહેરાશે તિરંગો 

  • August 07, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટને આડે હવે થોડા જ દિવસો બાકી છે, સંપૂર્ણ દેશમાં તેની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જમ્મુ -કાશ્મીરમાં પણ સ્વતંત્રતા દિવસની ખાસ તૈયારીઓ ચાલી રહી છે. અહીં શ્રીનગરના લાલ ચોક ક્લોક ટાવરને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે લાલ ચોક પર તિરંગો ફરકાવવાને લઈને હંમેશા વિવાદ રહ્યો છે, પરંતુ જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

 

લાલ ચોક ક્લોક ટાવરને તિરંગાથી સજાવેલો  ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ફોટો શેર કરતા શ્રીનગરના મેયરે લખ્યું કે, 'સ્વતંત્રતા દિવસ પહેલા અમે લાલ ચોકના ક્લોક ટાવરને ત્રિરંગાના રંગથી રોશની કરી હતી. નવી ઘડિયાળો લગાવવામાં આવી હતી. શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને સારું કામ કર્યું."

 

ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ લખ્યું, 'તેઓ કહેતા હતા કે લાલ ચોક પર તિરંગો ફરકવા દેશે નહીં, અને મોદીજીએ લાલ ચોક પર જ તિરંગો લહેરાવ્યો.

 

1992માં લાલ ચોક પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો

 

શ્રીનગરના લાલ ચોકનું પોતાનું મહત્વ છે. અહીં 1992માં ભાજપના નેતા મુરલી મનોહર જોશીએ એ સમયના એકતા યાત્રાના સંયોજક નરેન્દ્ર મોદી સાથે તિરંગો ફરકાવ્યો હતો. મુરલી મનોહર જોશી તે સમયે ભાજપના અધ્યક્ષ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS