ઈંગ્લેન્ડના દિગજ્જ ક્રિકેટરે કહ્યું- IPLનું આયોજન હવે નહીં થઈ શકે

  • May 06, 2021 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ અને ટી 20 વર્લ્ડ કપને જોતા આઈપીએલ રમાડવી શક્ય નથી: માઈકલ આર્થટન

 



ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને અધવચ્ચે મોકૂફ રાખવામાં આવ્યા બાદ દરેક લોકો એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે, હવે આ ટુનર્મિેન્ટ ફરી ક્યારે શરૂ થશે. શું બાકીની મેચો રમાડવી શક્ય બનશે તેવું લોકો પૂછી રહ્યા છે. બાયો બબલની સુરક્ષા વચ્ચે રમાતી આ ટુનર્મિેન્ટમાં કેટલીક ફ્રેન્ચાઈઝના ખેલાડીઓ તેમજ સ્ટાફ સભ્યો કોરોના સંક્રમણમાં સપડાતા બીસીસીઆઈએ આ ટુનર્મિેન્ટને અનિશ્ચિત કાળ પુરતી માકૂફ રાખવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ આર્થટને એક નિવેદનમાં જણાવ્યું છે કે આઈપીએલની બાકીની મેચોનું આયોજન કરવું સંભવ નથી.

 

 


તેમણે વધુમાં જણાવ્યું કે, આ કપરો પડકાર છે. આઈપીએલમાં ફક્ત મોટાપાયે ભારતીય ખેલાડીઓ જ નથી રમી રહ્યા પરંતુ દુનિયાભરના દેશોના ખેલાડીઓ પણ ફ્રેન્ચાઈઝનો હિસ્સો છે. આઈપીએલ ભલે વૈશ્વિક રમતની દ્રષ્ટિએ આ લીગ ભલે સૌથી અમીર લીગ હોય પરંતુ મારા મતે આ કદાચ વિશ્વની ત્રીજી સૌથી ધનિક લીગ છે. આ લીગથી અઢળક કમાણી થતી હોય છે જેથી લોકો બાકીની મેચો જોવામાં વધુ રસ ધરાવે છે. પ્રવર્તમાન સમયે આઈપીએલ યોજવી કોઈપણ કાળે શક્ય નથી.

 

 


આર્થટના મતે હાલમાં કોઈ ખાલી જગ્યા જણાતી નથી. ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચ રમવા જશે અને સપ્ટેમ્બરમાં મધ્યભાગમાં ભારતનો પ્રવાસ સંપન્ન થશે. ત્યારબાદ ટી20 વર્લ્ડ કપ યોજાશે જેનું આયોજન ભારતમાં કરવામાં આવશે તેમ જણાવાયું છે પરંતુ આ ટુનર્મિેન્ટને પણ યુએઈમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.

 

 


ઈંગ્લેન્ડની ટીમને બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે પણ રમવાનું છે. ભારતીય ખેલાડીઓને બાયો બબલમાં રહેવા માટે જણાવાશે પરંતુ અગાઉ ઘણા સમયથી તેઓ જુદા જુદા બાયો બબલમાં સમય વિતાવી ચૂક્યા છે અને હવે ફરીથી તેમને બબલમાં રહેવાનું જણાવાશે જે ઘણું મુશ્કેલ બની રહેશે તેમ લાગી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS