હળવદની મુખ્ય બજારમાં જવેલર્સમાં ચોરી: પ્લેટિંગ જવેલરીની ચોરી

  • May 29, 2021 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદમાં ગત મોડીરાત્રીના શહેરની મેઇન બજારમાં આવેલ શ્રી સાજનજી જવેલરી નામની દુકાનમાંથી રૂપિયા 20હજારની પ્લેટિંગ જવેલરીની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે જોકે દુકાનદાર દ્વારા આ બનાવની જાણ પોલીસ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરની મેનઈ બજારમાં આવેલ શ્રી સાજનજી જવેલરી નામની દુકાન ધરાવતા વિજયભાઈ પ્રજાપતિ આજે સવારે દુકાને આવ્યા ત્યારે દુકાનનું તાળુ તૂટેલું હોય અને કોઈ અજાણ્યા શખ્શો દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવતા તેઓ દ્વારા આ બનાવની જાણ પોલીસને કરી હતી જેથી  પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હ દુકાનની અંદર તપાસ કરાતા રૂપિયા 20,000 જેટલાની પ્લેટિંગ જ્વેલરીની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસ દ્વારા દુકાનદારની ફરિયાદના આધારે તેમજ બાજુની દુકાનમાં રહેલ સીસી ટીવીમાં ગત  મોડીરાત્રીના શંકાસ્પદ રીતે હાથમાં લોખંડનો સળીયો લઈ ત્યાંથી પસાર થઈ રહેલા ત્રણ યુવાનોની  પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS