ધુવારણ-સુરેન્દ્રનગર બસમાં ચઢતી મહિલાના દાગીના અને રોકડની ચોરી

  • February 22, 2021 09:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લીંબડી એસટી બસ સ્ટેન્ડમાંથી એક મહિલાના સોનાના દાગીના અને અન્ય એક મહિલાના પર્સમાંથી રોકડ રકમની ઉઠાંતરી થતા પોલીસની કામગીરી સાથે એસટી ડેપોના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.મોજીદડ ગામના રેખાબેન ભરવાડ અને લીંબડીના જયશ્રીબેન મનોજભાઈ ભટ્ટ સુરેન્દ્રનગર જવા માટે લીંબડી એસ.ટી બસસ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર-૧૨ ઉપર બસની રાહ જોઈ ઊભા હતા. ધુવારણ-સુરેન્દ્રનગર એસ.ટી બસમાં બન્ને મહિલા ચડી રહ્યા હતા.

 

તે સમયે જ અજાણ્યા ગઠીયાઓએ રેખાબેને ભરવાડે પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને પાટી પારો તથા જયશ્રીબેન ભટ્ટના પર્સની ઉઠાંતરી કરી છૂમંતર થઈ ગયા હતા. બન્ને મહિલાને કશું બન્યાની જાણ થતાં બુમાબુમ કરી હતી. બુમો સાંભળી મુસાફરોના ટોળા ભેગા થઈ ગયા હતા. લીંબડી એસટી ડેપોના કર્મીઓએ ઘટના અંગે જાણ કરતા પોલીસ ડેપોમાં પહોંચી આવી હતી. ધુવારણ-સુરેન્દ્રનગર બસમાં મુસાફરી કરતા પેસેન્જરોની તપાસ અને પુછપરછ કરી પણ કશું હાથે નહીં લાગતાં એસટીને રવાના કરી દેવામાં આવી હતી. પોલીસે હમેંશાની જેમ આ વખતે પણ ભોગ બનનારાના દિલાસા માટે બસસ્ટેન્ડના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS