ઉપલેટાથી રાજકોટ આવેલા મુસ્લિમ પરિવારના મકાનમાંથી રૂ.૩૯ હજારની ચોરી

  • March 20, 2021 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના સ્ટાર રેસિડેન્સી પાટણવાવ રોડ ઉપર રહેતા મુસ્લિમ પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. રાજકોટ ભાઇના ઘરે પ્રસંગમાં આવેલા મુસ્લિમ મહિલાના ઘરમાંથી રૂ.૩૯ હજારની ચોરી થયાની ફરિયાદ ઉપલેટા પોલીસમાં નોંધાઇ છે.


તાહેરાબેન ઇલ્યાસભાઇ કચ્છી નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજકોટના બજરંગવાડીમાં રહેતા તેમના ભાઇ અલ્તાફભાઇ ખાખુના ઘરે પ્રસંગ હોય તેના બે પુત્રો જીલાની અને નિઝામ સાથે તાહેરાબેન રાજકોટ આવ્યા હતાં ત્યારે તેમના પાટણવાવ રોડ પર સ્ટાર રેસિડેન્સીમાં આવેલા મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતાં અને મકાનમાં રૂમના કબાટમાં રાખેલ રૂ.૨૫ હજારની રોકડ તથા સોનાના દાગીના મળી રૂ.૩૯ હજારની મત્તા તસ્કરો ચોરી ગયા હતાં. આ બનાવ અંગે ઉપલેટા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.જાડેજા અને તેમના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS