સરકારી કર્મચારીઓના પરિવારમાં કોરોના થશે તો ૧૫ દિવસ રજા મળશે

  • June 10, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી કર્મચારીઓ માટેના મંત્રાલયે બહાર પાડેલા આદેશમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના માતા–પિતા કે તેઓ પર નિર્ભર પરિવારના કોઇ અન્ય સભ્યને કોરોનાનો ચેપ લાગશે તો આ કર્મચારીઓને ૧૫ દિવસની ખાસ કેયુઅલ લીવ (સીએલ) મળશે.

 

 

તેણે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓની આ ખાસ કેયુઅલ લીવ પૂરી થઇ જાય તે પછી પણ જો પરિવારના કોઇ સભ્ય કે માતા–પિતાને કોરોના માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા હશે તો પણ તેઓની આ રજા (સગાંને) હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે ત્યાં સુધી લંબાવી અપાશે. સરકારી કર્મચારીઓ માટેના મંત્રાલયે દરદીની સારવાર, હોસ્પિટલાઇઝેશન કે કવોરન્ટાઇન જેવી બાબતમાં વિગતવાર જાહેરાત પોતાના આર્ડરમાં કરી હતી. આર્ડરમાં જણાવાયું હતું કે સરકારી કર્મચારીને કોરોનાનો ચેપ લાગે તો તેને હોસ્પિટલમાં સારવાર માટે અથવા કવોરન્ટાઇન થવા માટે ૨૦ દિવસની કોમ્યૂટેડ લીવ મળશે. સરકારી કર્મચારી કનટેન્મેન્ટ ઝોનમાં રહેતો હશે તો તેને ફરજ પર જ અથવા વર્ક ફ્રોમ હોમ કરતો જ ગણાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS