ઉત્તરાખંડમાં આવ્યો 4.6ની તીવ્રતાનો ભૂકંપ, બદ્રીનાથધામ નજીક જોશીમઠ પાસે હતું કેન્દ્ર

  • September 11, 2021 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વહેલી સવારે સવારે ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે 5.58 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 5 કિમી નીચે હોવાનું કહેવાય છે. ભૂકંપમાં જાનહાનિ કે જાનમાલના નુકશાનના કોઈ અહેવાલ નથી.

 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તેનું કેન્દ્ર ચમોલી જિલ્લામાં સ્થિત જોશીમઠથી 31 કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો અને વિગતોની રાહ જોવાઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS