આ અભિનેત્રીએ જણાવ્યું અહીં નેપોટીઝમ કરતા વધારે ખરાબ ગ્રુપઇઝમ છે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 સુશાંતસિંહ રાજપૂતના મોત પછી નેપોટીઝમ લઈને જાણે કે જંગ છેડાઈ છે, એક બાદ એક ફિલ્મી હસ્તીઓ પોતાના નિવેદનો સામે આ આગળ રાખી રહ્યા છે. તેની વચ્ચે હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે પણ નેપોટીઝમ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

 

તેણે નેપીટીઝમને લઇને પ્રશ્નો ખડા કર્યા છે અક્ષરા સિંહનું કહેવું છે કે ફિલ્મી દુનિયામાં નેપોટીઝમ કરતા વધારે ખતરનાક ગ્રુપઇઝમ છે.

 

અક્ષર સિંહ એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે આ મુદ્દા પર ચર્ચા કરી છે તેણી જણાવે છે કે જેમના માતા-પિતા પણ ફિલ્મ ક્ષેત્રમાં હોય છે તેઓ ઈચ્છે છે કે તેમનું બાળક તે ક્ષેત્રમાં જ આગળ આવે પરંતુ તેમ છતાં ઘણા લોકો ફિલ્મી બેકગ્રાઉન્ડ વિનાના પણ પોતાની પ્રતિભા સાથે છાપ છોડી ગયા છે.

 

આગળ અક્ષરા જણાવે છે કે દરેક જગ્યાએ પ્રતિભાને સન્માન મળવું જોઈએ અને તેમને આગળ વધવાનો મોકો મળવો જોઈએ, મારા ખ્યાલથી દરેક કલાકાર છે અભિનેતા બનવા આવે છે તેઓ પ્રતિભાશાળી જ હોય છે તેમને મોકો મળવો જોઈએ સાથે જ તેણે સ્ટાર કિડઝને પણ આ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ તેવું તેમજ ઓડિશનની પ્રક્રિયા બધા માટે હોવી જોઈએ એમ પણ જણાવ્યું છે.

 

તેને જણાવ્યું હતું કે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જૂથવાદ ખૂબ જ છે, અને આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે અહીંયા નવી નવી આવી હતી ,તો મને કોઈ એક હીરો સાથે કામ કરતી હતી, તો બીજો હીરા હીરો મારી સાથે કામ કરવા માટે મનાઈ કરી દેતો હતો, ત્યારે કહેવામાં આવતું હતું કે આ જૂથની હિરોઈન છે. મને ઘણી બધી ફિલ્મો તરફથી જાકારો મળ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS