વકીલો સાથે કારણવગરની માથાકૂટ કરતાં પહેલા બેવાર વિચારજો, માથાકૂટ કરનારને 2 વર્ષની જેલ,10 લાખ દંડ.....

  • July 05, 2021 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે વકીલો સાથે માથાકુટ કરવાનો અર્થ મુશ્કેલીઓને નોતરવા બરોબર થશે. પોલીસ પણ વકીલોથી કારણ વગરના ડખ્ખા કરવાથી દૂર રહેશે.

 

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સાત સભ્યોની સમિતિએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. બીસીઆઈના ચેરમેન મનન કુમાર મિશ્રાએ જણાવ્યુ હતુ કે, વકીલોની સુરક્ષાની રૂપરેખા તૈયાર કરી લીધી છે. પ્રયત્ન રહેશે કે, સંસદમાંથી તેને પાસ કરાવવામાં આવશે.

 

બિલ સમિતિના વરિષ્ઠ હિમાયતી એસ પ્રભાકરન, દેવી પ્રસાદ ધલ, બીસીઆઈના સહ અધ્યક્ષ સુરેશ શ્રીમાળી, સભ્યો શૈલેન્દ્ર દુબે, પ્રશાંતકુમાર કુમાર સિંહ, એ રમી રેડ્ડી, શ્રીનાથ ત્રિપાઠી બિલના મુસદ્દામાં સામેલ હતા. આ ડ્રાફ્ટમાં 16 વિભાગ બનાવવામાં આવ્યા છે. બીસીઆઈ ઇચ્છે છે કે તેમના પ્રસ્તાવને સંસદ દ્વારા મંજૂરી મળે. આ કાયદામાં આખરે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તે અંગે સંસદમાં ચર્ચા અને પસાર થયા પછી જ નિર્ણય લેવામાં આવશે.

 

પ્રસ્તાવિત બિલ અનુસાર કોઈ પણ વકીલ અથવા તેના પરિવારને નુકસાન પહોંચાડવા અથવા ધમકી આપવા તથા દબાણ બનાવવું તેને ગુનો માનવામાં આવશે. જેમાં સક્ષમ ન્યાયાલય દ્વારા છ મહિનાથી લઈને બે વર્ષ સુધી સજા અને સાથે 10 લાખનો દંડ પણ લગાવી શકાય. સાથે જ વકીલને થયેલા નુકસાનની ભરપાઈ હેતુ અલગથી દંડ લેવામાં આવે. તેમજ વકીલો વિરુદ્ધ થઈ રહેલા ગુનામાં બિન જામીનપાત્ર શ્રેણીમાં રાખવામાં આવે. ટ્રાયલ 30 દિવસમાં પુરી કરવાની રહેશે. વકીલ અથવા સંઘ કોઈ પણ ફરિયાદ સંબંધી મામલાને નિપટાવા માટે ફરિયાદ નિવારણ સમિતિનું ગઠન કરશે. વકીલોને ન્યાયાયલના પદાધિકારી માનવામાં આવશે. પોલીસ કોઈ પણ વકીલની ત્યાં સુધી ધરપકડ નહીં કરી શકે, જ્યાં સુધી મુખ્ય દંડાધિકારી સ્પષ્ટપણે આદેશ ન આપે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS