કોરોનાથી ભારતમાં ત્રીજું મોત, મુંબઈમાં 64 વર્ષના વૃદ્ધએ ગુમાવ્યો જીવ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે આજે ભારતમાં ત્રીજું મોત નીપજ્યું છે. આજે મુંબઈના 64 વર્ષીય વૃદ્ધનું કોરોના વાયરસથી મોત નીપજ્યું છે. મહારાષ્ટ્રમાં એક 3 વર્ષની બાળકીનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આજે મૃત્યુ પામનાર વૃદ્ધ મુંબઈની કસ્તૂરબા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. 

 

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 12 નવા કેસ નોંધાયા છે અને તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. દેશભરમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. તેમાં મહારાષ્ટ્રમાં 39 પોઝિટિવ કેસ છે જેમાંથી 16થી વધુ પુણેમાં નોંધાયા છે. મુંબઈ પોલીસએ હવે 144 કલમ લાગુ કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS