ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજો ટેસ્ટ : ભારત જીતના ઈરાદા સાથે ઉતરશે

  • August 25, 2021 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રીજા ટેસ્ટનો પ્રારંભ થઇ રહ્યો છે. વરસાદે નોટિંગહામમાં મજા બગાડી દીધી હતી અને લોર્ડ્સમાં જીત સાથે મેચનો અંત આવ્યો હતો. હવે સામે હેડિંગ્લે છે. ટીમ ઇન્ડિયા ટશનમાં છે. તેની નજરમાં 2-0 ની લીડ છે. તેમ હોવું પણ જોઈએ કારણ કે જો આમ થશે તો શ્રેણી જીતવાની નિશ્વિતતા થઇ જશે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ના શબ્દો થી એમ લાગે પણ છે. જે શબ્દો તેણે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા કહ્યા હતા.

 

ત્રીજી ટેસ્ટમાં ઉતરતા પહેલા તેણે આમ કહ્યુ હતુ કે, અમને ખાતરી છે કે અમે વિશ્વની કોઈપણ ટીમને હરાવી શકીશું. ઈંગ્લેન્ડ (England) સામે બેક સ્ટેપ ભરવાનો એટલે કે પાછળ હટવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે અમે હંમેશા જીતવા માટે રમીએ છીએ. આના પરથી કેપ્ટન કોહલીના ઇરાદાનો ખ્યાલ આવી ચુક્યો હશે. હવે જરા વિચારો કે જો કેપ્ટનની વિચારસરણી આ પ્રકારની હશે તો ટીમનો ઇરાદો ક્યાં હશે. તે સ્પષ્ટ છે કે ઇંગ્લેન્ડ માટે હેડિંગલેને બચાવવું સહેલું નથી.

 

હેડિંગ્લે મેદાન પર ઉતરવાનો ટીમ ઈન્ડિયાનો ઈરાદો એક નહીં પણ બે હશે. પ્રથમ જીતની હેટ્રિક લગાવવી અને બીજી ઈંગ્લેન્ડ સાથે હિસાબ બરાબરી કરવાની. જો ભારત હેડિંગ્લે ટેસ્ટ જીતીને શ્રેણીમાં 2-0 ની લીડ મેળવે છે, તો સાથે સાથે ભારત આ મેદાન પર તેની જીતની હેટ્રિક પણ લેશે. આ પહેલા ભારતે 1986 અને 2002 માં હેડિંગ્લેમાં રમાયેલી સતત બે મેચ જીતી છે.

 

જો આપણે ઇંગ્લેન્ડ સાથે હિસાબ બરાબરી કરવાની વાત કરીએ, તો એવું થશે કે આ મેદાન પર ટીમ ઇન્ડિયાની 7 મી મેચ હશે. અગાઉ અહીં રમાયેલી છેલ્લી 6 મેચમાં ભારતે 2 જીતી છે અને 3 મેચ ઇંગ્લેન્ડના નામે રહી છે. જ્યારે બંને વચ્ચે 1 ટેસ્ટ ડ્રો રહી છે. આવી સ્થિતિમાં, જો ભારત 7 મી ટેસ્ટ જીતી જાય, તો હેડિંગ્લેમાં વિજયના મામલામાં, બંને ટીમોનો સ્કોર 3-3 બરાબર થઇ જશે.

 

પિચનો મૂડ જ નક્કી કરશે ટીમ

ત્રીજી ટેસ્ટ પહેલા જે ચીઝ જોઇને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને થોડું આશ્ચર્ય થયું તે હેડિંગ્લેની પિચ હતી. કેપ્ટન કોહલીએ કહ્યું, અમે પીચ જોઈને ચોંકી ગયા છીએ. તેના પર બહુ ઓછું ઘાસ બાકી છે. જો આ પીચ હોય તો ટીમની પસંદગીમાં કંઈ પણ થઈ શકે છે. પીચ વિશે વિરાટના આ વર્ણનનો અર્થ એ છે કે ટીમમાં કેટલાક ફેરફાર જોઈ શકાય છે. ટીમ એ જ રમશે જે પિચના મૂડ મુજબ ફિટ હશે.

 

હેડિંગ્લેમાં 54 વર્ષથી ભારત હાર્યુ નથી

ભારત માટે એક સારી વાત એ છે કે, છેલ્લા 54 વર્ષથી હેડિંગલીમાં હાર નથી મળી. ભારત અહીં છેલ્લી મેચ 1967 માં હાર્યુ હતું. વર્તમાન ટીમ ઇન્ડિયાની તાકાતને જોતા એવું લાગતું નથી કે રૂટ એન્ડ કંપની 54 વર્ષના ઇતિહાસને બદલી શકશે. જોકે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કમબેક નો દમ તો ભર્યો છે, પરંતુ તે ભારતીય ટીમના ઇરાદા સામે કેટલો ટકી રહે છે તે તો આગામી 5 દિવસની રમત જ કહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS