રાજકોટમાં દેખાયા ત્રીજી લહેરના એંધાણ ? સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત 

  • August 21, 2021 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે, તેવું દેશના અમુક રાજ્યોમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી કોરોના કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ ત્રીજી લહેરના એંધાણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજકોટમાં ત્રીજી લહેરે પગ પ્રસારો કર્યો હોય તેવો એક કેસ સામે આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક 5 મહિનાના બાળકનું કોરોનાથી મોત થયું છે.  

 

મળતી માહિતી મુજબ આ બાળક ધોરાજીનો છે. બાળક અને તેના માતા છેલ્લા મહિના એટલેકે બાળકના જન્મથી જ ધોરાજી રહેતા હતા. છેલ્લા થોડા દિવસ થયા તેની તબિયત લથડતા તેને રાજકોટ સિવિલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. રાજકોટ સિવિલમાં 2 દિવસ રહ્યા બાદ આજે સવારે તેનું મૃત્યુ થયું છે. 

 

આ બાળકનું કોરોનાથી મોત થતા જિલ્લા આરોગ્ય તંત્રની મૂંઝવણ વધી છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા બાળકના પરિવારજનોના RTPCR રિપોર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે RMC ના આરોગ્ય વિભાગે પણ કોઠારિયા વિસ્તારમાં આ બાબતે તપાસ હાથ ધરી છે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાનું નિવેદન આપતા કહ્યું છે કે, 'બાળકોના સ્વાસ્થને લઈ તંત્ર ફરી સતર્ક બન્યું. શહેરમાં ફરી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે. આ સાથે જો બાળકોમાં શંકાસ્પદ લક્ષણ હોય તો તુરંત જ તેનો ટેસ્ટ કરવામાં આવે.'

 

સિવિલ હોસ્પિટલમાં બે દિવસ થયા જે વોર્ડમાં આ 5 મહિનાના બાળકને રાખવામાં આવ્યો હતો તે કોરોના વોર્ડમાં હાલમાં બીજા ૩ બાળકો શંકાસ્પદ નીકળ્યા છે. હાલ તે ત્રેણય બાળકના RTPPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. હક્કીકત શું છે તે તો RTPCR રિપોર્ટ આવે પછી જ ખબર પડે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS