કેરળમાં બેકાબુ થયો કોરોના, બીજા રાજ્યોમાં રાહત : સ્વાસ્થ મંત્રાલય 

  • August 26, 2021 06:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે. આ દરમિયાન, કેરળમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ફરી એક વખત બેકાબૂ બની છે. પત્રકાર પરિષદ યોજીને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, 'છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 46,000 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 58 ટકા કેસ કેરળમાંથી આવ્યા છે. બાકીના રાજ્યોમાં હજુ પણ કોવિડના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેરળમાં એક લાખથી વધુ સક્રિય કેસ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 10,000 થી 1 લાખ સક્રિય કેસ છે. દેશના કેસોમાં કેરળનું યોગદાન 51 ટકા, મહારાષ્ટ્રનું 16 ટકા અને બાકીના ત્રણ રાજ્યોનું 4-5 ટકા યોગદાન છે.'

 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, 'મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 80 લાખ ડોઝ રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 400 થી વધુ લોકોને અફઘાનિસ્તાનથી ફ્લાઇટ દ્વારા લાવવામાં આવ્યા છે. અમે તમામ એરપોર્ટ પર પોલિયો વિરોધી રસીઓની વ્યવસ્થા કરી છે. પછી તે નાગરિક એરપોર્ટ હોય કે લશ્કરી એરપોર્ટ. કારણ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પોલિયોનું પ્રમાણ ખુબ વધુ છે.'

 

દેશમાં કુલ કોરોના કેસોમાં 58.4 ટકા કેરળનો છે.

 

કેરળમાં એક દિવસમાં 31,445 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 38,83,429 થઈ ગઈ છે. રાજ્યમાં ચેપને કારણે મૃત્યુઆંક 19,972 પર પહોંચી ગયો છે જ્યારે 215 વધુ ચેપગ્રસ્તના મોત થયા છે. ગયા અઠવાડિયે, કુલ કોરોના કેસમાંથી 58.4 ટકા કેરળમાંથી નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS