મહારાષ્ટ્ર્રમાં ત્રીજી લહેરની આશંકા

  • April 30, 2021 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર કરવા લાગી તૈયારીઓ, જોઇશે નવા ઓકિસજન પ્લાન્ટસ: વેકસીનના ચોથા તબક્કાને લઇને રાજેશ ટોપેએ કહ્યું કે ૧મેથી શ થનાર વેકસીનેશન શ કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે રાયની પાસે વેકસીનનો પર્યા સ્ટોક નથી. એવામાં રસીકરણ કરવામાં નહી આવે.

 કોરોના ની મારથી બેહાલ ચાલી રહેલા મહારાષ્ટ્ર્ર માં આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખતરનાક થઇ શકે છે. રાયના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે એ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યકત કરી છે. ટોપેએ વિશેષજ્ઞોનો હવાલો આપતાં કહ્યું કે જુલાઇ અથવા ઓગસ્ટમાં મહારાષ્ટ્ર્રમાં ત્રીજી લહેર આવી શકે છે, એવામાં અમે તેનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તમને જણાવી દઇએ કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મહારાષ્ટ્ર્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે.

 


સ્વાસ્થમંત્રી રાજેશ ટોપેએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે વિશેષજ્ઞો દ્રારા મહારાષ્ટ્ર્રમાં મેના અતં સુધી સંક્રમણની એક જેવી સ્થિતિ બની રહેવની વાત કહેવામાં આવી રહી છે. એવામાં જો રાય જુલાઇ અથવા ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર નો સામનો કરે છે, તો આપણા પડકારો ખૂબ વધી જશે. તેને ધ્યાનમાં રાખતાં અમે તૈયારીઓ શ કરી દીધી છે. ખાસકરીને ઓકિસજનની પુરતી ઉપલબ્ધતા પર અમાં ધ્યાન છે.

 


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સમીક્ષા બેઠકમાં ભાગ લીધા બાદ ટોપેએ કહ્યું કે આ બેઠકમાં કોવિડ–૧૯ મેનેજમેન્ટ અને રસીકરણ સહિતના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે સીએમએ ઓકિસજન પ્લાન્ટસ સેટઅપ પર ભાર મુકયો, જેથી કોરોના દર્દીઓને ઓકિસજનની અછત ન સર્જાય. સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતાં કલેકટરોને કહેવામાં આવ્યું છે કે ઓકિસજનની સમસ્યા સરકાર સહન નહી કરે. એટલા માટે અત્યારથી જ તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

 


વેકસીનના ચોથા તબક્કાને લઇને રાજેશ ટોપેએ કહ્યું કે ૧મેથી શ થનાર વેકસીનેશન કરવામાં નહી આવે. તેમણે કહ્યું કે રાયની પાસે વેકસીનનો પર્યા સ્ટોક નથી. એવામાં રસીકરણ શ કરવામાં નહી આવે. ટોપેએ કહ્યું કે રસીકરણ અભિયાન શ કરવા માટે ઓછામાં ઓછા પાંચ દિવસનો પર્યા સ્ટોક હોવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે આપણે ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ લાખ ડોઝની જર છે. ત્યારે જઇને ૧૮ થી ૪૪ વર્ષના લોકોનું વેકસીનેશન શ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર્રમાં ઘણીવાર વેકસીનની અછતથી રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS