દેશમાં કોરોનાની ત્રીજી લહેર નજીક, આ 13 રાજયોમાં વધી રહ્યું સંક્રમણ

  • July 22, 2021 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર શાંત પડી ગઈ હતી પરંતુ હવે નવેસરથી કેસમાં વધારો થઈ રહ્યો છે અને આરોગ્ય નિષ્ણાંતો દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે દેશમાં ત્રીજી લહેર નજીક સરકી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે.

 

તમામ રાજ્યોને ફરીથી સાવધાન કરી દેવામાં આવ્યા છે અને ટેસ્ટિંગ ની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી રહી છે કારણ કે દેશના 13 રાજ્યો માં ફરીથી સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે અને તેને ભારે ચિંતાજનક બાબત ગણવામાં આવી રહી છે.

 

૧૩ રાજ્યો પૈકી આંધ્ર પ્રદેશ કેરળ ઓરિસ્સા મહારાષ્ટ્ર અને પૂર્વોત્તર રાજ્યોમાં પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર બનેલી દેખાઈ રહી છે કારણ કે ત્યાં અન્ય રાજ્યો કરતાં મોટી સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને ફરીવાર હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે.

 

જો કે નિષ્ણાંતોએ એમ પણ કહ્યું છે કે મોટી સંખ્યામાં દેશના નાગરિકો માં એન્ટીબોડી બની રહી છે ત્યારે કોરોનાની હવે પછીની લહેર બીજી લહેર જેટલી ખતરનાક અને ઘાતક નહીં હોય તેવી પૂરેપૂરી શક્યતા છે આમ છતાં સાવધાની રાખવી આવશ્યક છે અને કોરોના નિયમોનું પાલન પણ એટલું જ જરૂરી છે.

 

આવનારા દિવસોમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કેસમાં વધારો થવાના અણસાર દેખાઈ રહ્યા છે ત્યારે લોકોએ ભીડ એકત્ર કરવી જોઈએ નહીં અને કોરોના ના તમામ નિયમોનું ગંભીરતાથી પાલન કરવું પડશે નહીંતર પરિસ્થિતિ બગડી શકે છે. હજુ પણ ઘણા બધા રાજ્યોમાં લોકો મોટી સંખ્યામાં બજારોમાં ભીડ એકત્ર કરી રહ્યા છે અને રાજ્ય સરકારોને પણ આવા લોકો સામે પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.

 

દેશના ૧૩ રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે ત્યારે તેની સામે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતી રાખવાની સુચના આપવામાં આવી છે. ત્રીજી લહેરનો સંકેત પણ તેને માનવામાં આવી રહ્યો છે ત્યારે તમામ રાજ્ય સરકારોને સાવધાન કરી દેવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021