દેશ-દુનિયામાં છવાયુ ભારતનું બનેલું ફ્લેધર, લેધર કરતાં પણ આપશે વધુ ગરમાહટ

  • March 19, 2021 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અન્ય દેશોની સાથે આપણા દેશોમાં પણ અનેક એવી શોધ થાય છે જેણે સંશોધનને એક અલગ જ દિશા આપી હોય. ભારતના યુવક દ્વારા આવી જ એક શોધ કરવામાં આવી છે જેનું નામ છે ફલેધર. ભારતીય મંદિરોમાં ચઢાવવામાં આવતા ફૂલમાંથી આ ફ્લેધર બનાવવામાં આવ્યું છે. લેધરના બદલે ફ્લેધરમાંથી બનાવવામાં આવેલા પર્સ-બેગનો જર્મની, ફ્રાન્સ, ઈટલી, યુકે અને નેધરલેન્ડ સહિત અનેક દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે. મોટે પાયે પર્સ બનાવ્યા પછી હવે તેના જેકેટનું ઉત્પાદન તાજેતરમાં જ શરૂ થયું છે. પુણે રિજનલ કોલેજથી બીટેક અને સિંબોયસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં ઇનોવેશન વિષય પર અભ્યાસ કરી રહેલા અંકિત અગ્રવાલે આ શોધ કરી છે. ફૂલોમાંથી બનાવવામાં આવતું હોવાથી અને લેધર જેવી ગરમાહટ આપતું હોવાને કારણે તેને ફ્લેધર નામ આપવામાં આવ્યું છે. 

 

 

અંકિતે આઈઆઈટીના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની ટીમ સાથે મળીને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. બે વર્ષ સુધી આઈઆઈટી કાનપુરની અત્યાધુનિક પ્રયોગશાળામાં અનેક પ્રયોગ કર્યા પછી આ ફ્લેધર પર બનાવવામાં આવ્યું હતું. જે પછી તેના ઉત્પાદનને પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (પીટા)એ પ્રમાણપત્ર આપ્યું છે. આ સિવાય ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ટેકનોલોજી એ પણ તેને માન્યતા આપી છે.

 

 

અંકિતને આ શોધ માટે યંગ એન્ટરપ્રિન્યોરની સાથે 10 ફેલોશિપ સહિત અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. અંકિતની આ ટીમમાં આઈઆઈટી મુંબઈના પૂર્વ વિદ્યાર્થી નચિકેતા, આઈઆઈટી કાનપુરના રિષભ, સૌમ્યા, સંદીપ, ગૌરવ, આઈઆઈટી બીએચયુના પૂર્વ વિદ્યાર્થી આયુષ તથા હરકોર્ટ બટલર યુનિવર્સિટીનાના લેધર ટેકનોલોજી બ્રાન્ચના પૂર્વ વિદ્યાર્થી અમન પણ સામેલ છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય મંદિરોમાંથી ફુલ એકત્ર કરતી 50થી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે. ચામડાની તુલનામાં ફ્લેધરનું ઉત્પાદન છ ગણું ઝડપી થાય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021