કોરોનાની બીજી લહેર ને કાબુ માં લેવા સરકારી અને આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે તેને સહકાર આપવાના ભાગરૂપે ગોમટા ગામમાં કોરોના ના કેસો વધારો થતાં અને ગામમાં કોરોના વધારે ફેલાય નહીં તેમજ ગામ ના દરેક ગ્રામજનો નું સ્વાસ્થ્ય જોખમાઈ નહીં તેવા શુભ હેતુ થી માટે ગોમટા ગામના સરપંચ દ્વારા તાકીદે એક મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં ગામની તમામ સામાજીક અને સહકારી સંસ્થા ને સાથે રાખી જેમાં સર્વાનુમતે આંશિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
હવે અહીં લોકડાઉન નો સમય નક્કી કરવામાં આવ્યો છે. જેમાં રાત્રે ના 9 વાગ્યા થી સવાર ના 6 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે. લોકડાઉન રહેશે અને લોકડાઉન દરમ્યાન ગામમા ચાર વ્યક્તિ એ ભેગું થવું નહીં. મેડિકલ સ્ટોર 24 કલાક ખુલ્લા રાખવાની મંજૂરી આપેલી છે. આ સિવાય ગામમાં દુકાન ખોલવા નો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં દુકાનો સવારે 6 થી 9 વાગ્યા સુધી ખુલશે ત્યારબાદ દુકાનો બંધ થઈ જશે ત્યારબાદ સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી દુકાન ખુલશે. દુકાન ખુલ્લી હોય ત્યારે પણ દરેક દુકાનદારે ફરજીયાત માસ્ક પહેરવું તેમજ દુકાન માં સેનિટાઈઝર રાખવું દરેક ગ્રાહક એ પણ ફરજિયાત માસ્ક પહેરવુ જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.
તેમજ જો કોઈ દુકાનદાર કે તેના પરિવારમાં કોઈને કોરોના આવે તો તે દિવસ થી દુકાનદારે નિયમ અનુસાર દુકાન સાવ બંધ રાખવાની રહેશે. આ લોકડાઉન આજથી જ અમલમાં રહેશે અને અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી યથાવત રખાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Application28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા : જૂઓ બાબા બર્ફિલાની પ્રથમ તસ્વીર
April 18, 2021 05:58 PMઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ
April 18, 2021 04:53 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech