કાબુલ બાદ આઈ એસ ખોરાસાન દ્વારા દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હુમલાનો ખતરો

  • August 29, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાબુલ એરપોર્ટ પર થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાઓ બાદ હવે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આઇ.એસ ખોરાસાન અને હક્કાની નેટવર્ક દ્વારા મોટા હુમલાનો ખતરો છે તેવું એલર્ટ ગુપ્તચરો દ્વારા આપવામાં આવ્યું છે.

 

દરમિયાનમાં કાબુલમાં થયેલા ધડાકાઓ સાથે કેરળના 14 લોકો નું કનેક્શન પણ બહાર આવ્યું છે અને બીજા હુમલાની તૈયારી કરી રહેલા બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. એવું બહાર આવ્યું છે કે કેરળના 14 લોકોને તાલિબાન દ્વારા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ કાબુલ એરપોર્ટ પર થયેલા ધડાકામાં તેમની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. જોકે દિલ્હી સહિત ઉત્તર ભારત પર આતંકવાદી સંસ્થાઓ નો ડોળો છે તેવા અહેવાલો ગુપ્તચરો દ્વારા બહાર આવતા ચિંતા ફેલાઇ છે.

 

ગુપ્તચર અહેવાલ માં એવી ચેતવણી આપવામાં આવી છે કે આઇ.એસ ખોરાસાન, હક્કાની નેટવર્કને અલ-કાયદાના ઇન્ડિયન ઓપરેટરો થી ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાન આધારિત આ ત્રણ આતંકી જૂથો ભારતમાં કોઈ મોટી હિંસા આચરવામાં ફિરાકમાં છે.

 

ગુપ્તચરો પાસે એવી માહિતી પણ આવી છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ પણ આતંકવાદી જૂથો સાથે મળીને કામ કરી રહી છે અને દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મોટા હુમલાનો ખતરો પેદા થયો છે. જોકે તાલિબાને આ પહેલા પણ એમ કહ્યું હતું કે ભારત સાથે અમે સારા સંબંધો રાખવા માંગીએ છીએ પરંતુ અન્ય આતંકવાદી સંગઠનો ભારતમાં હુમલા કરવા માંગે છે. સુરક્ષા એજન્સીઓને એવી માહિતી પણ મળી છે કે ઉપરોક્ત આતંકવાદી સંગઠનો મેસેજિંગ એપ દ્વારા પોતાના સભ્યો સાથે સંપર્ક કરી રહ્યા છે અને તેમને સૂચનાઓ આપી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS