ત્રીજી લહેરનું દેશ પર તોળાતું જોખમ, કેરળ-મહાષ્ટ્રનું કેન્દ્ર સરકારે આપ્યું ઉદાહરણ

  • September 11, 2021 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે હવે ત્રીજી લહેરનું જોખમ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં જ્યાં એક દિવસમાં 4154 કોરોના કેસ નોંધાયા હતા ત્યારે કેરળમાં 25010 લોકો સંક્રમિત મળ્યા હતા. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે દેશમાં ત્રીજી લહેરના ભણકારા સંભળાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેરળમાં નવા નોંધાતા દૈનિક કેસના આંકડા એ વાતનો પુરાવો છે કે છૂટછાટ માટે કોઈ જગ્યા નથી. કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વધતા કેસનો ઉલ્લેખ કરતા સરકારે કહ્યું છે કે નિયમોમાં કોઈ છૂટછાટ મળી શકે નહીં.સરકારની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના અને દેશમાં રસીકરણની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને 'કોવિડ ઇમરજન્સી રિસ્પોન્સ પેકેજ 2' હેઠળ બાળરોગ સંભાળ અને અન્ય સુવિધાઓ માટે બેડની ક્ષમતામાં વધારાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે રાજ્યોને સલાહ પણ આપવામાં આવી કે તેઓ ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિનો સામનો કરવા માટે આ વિસ્તારોમાં પ્રાથમિક સંભાળ કેન્દ્ર અને બ્લોક સ્તરના આરોગ્ય માળખાને ફરીથી તૈયાર કરે. એવી આશંકા છે કે કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરમાં દસ્તક દેશે.સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યોને કોરોના, મ્યુકોર્મિકોસિસ અને બાળકોના ગંભીર રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ માટે જિલ્લા સ્તરે 'બફર સ્ટોક' જાળવવા માટે કહેવામાં આવ્યું છે. કેરળ અને મહારાષ્ટ્રની સ્થિતિ દર્શાવે છે કે હાલ પણ કોરોનાને લઈને છૂટછાટ કે બેદરકારીને કોઈ જગ્યા નથી.પીએમ મોદીએ ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, સિલિન્ડરો અને પીએસએ પ્લાન્ટ્સ સહિત સમગ્ર સિસ્ટમને ઝડપથી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરકારે જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા એક પીએસએ પ્લાન્ટ સ્થાપવાના ઉદ્દેશ સાથે 961 લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક અને 1,450 મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ્સ સ્થાપવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. દરેક બ્લોકમાં ઓછામાં ઓછી એક એમ્બ્યુલન્સની જોગવાઈ સુનિશ્ચિત કરવા માટે એમ્બ્યુલન્સ નેટવર્કને પણ વધારવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ દેશભરમાં સ્થાપવામાં આવી રહેલા પીએસએ ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. વડાપ્રધાને દેશભરમાં પર્યાપ્ત ટેસ્ટીંગની સુવિધા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને જાહેર આરોગ્ય કેન્દ્રોમાં આટી-પીસીઆર લેબ સ્થાપવા માટે વાત કરી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS