ભુજના મમુઆરા પાસે ટ્રક–બાઇક ટકરાતાં ત્રણ યુવાનના મોત

  • November 25, 2020 09:58 AM 634 views

પચ્છિમ કચ્છમાં બાઇક અકસ્માતમાં સતત બીજા દિવસે વધુ ત્રણ નવ યુવાનોના જીવ ગયા હતા. મમુઆરા ફાટક પાસે સાંજે ટ્રક અને બાઇક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં ધાણેટી કંપનીમાં રહેતા પરપ્રાંતીય યુવાનોને કાળ આંબી ગયો હતો. પદ્ધર પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.


સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, મમુઆરાથી ધાણેટી તરફ જીજે ૧૨ સીજે ૦૮૦૫ નંબરની બાઇકથી જઇ રહેલા સાગો ઉર્ફે સાગર જોતીયા ડામોર (ઉ.વ. ૨૫, રહે. જુલવાડીયા, તા. જાંબવા), કાલીયાભાઇ નારસીંગ ડામોર (ઉ.વ.૨૫, રહે. જુલવાડીયા, તા. જાંબવા) અને શંકરભાઇ કરશનભાઇ નીનામા ઉ.વ.૨૩ રહે. ઢેબર, તા. કલ્યાણપુર) હાલે ત્રણેય રહે. નાડાપા ) વાળા કંપનીમાં જઇ રહૃાા હતા. ત્યારે મમુઆરા પાટીયા પાસે સામેથી આવતી ટ્રક નંબર જીજે ૧૨ એડબ્લ્યુ ૬૭૭૯ સાથે ટકકર થઇ હતી, ત્રણેય યુવાનોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ત્રણેયના મોત નિપજયા હતા. એક જ બાઇક પર ત્રિપલ સવારી જઇ રહેલા પરપ્રાંતિય યુવાનો માટે આ ટ્રક કાળનો કોળીયો બની હતી. પદ્ધર પોલીસે નોંધ લઇ આગળની તજવીજ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application