વિધાનસભામાં ઘણા સમયે ભાજપ-કોંગ્રેસ વચ્ચે બઘડાટી

  • March 18, 2021 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યમાં ગૃહ વિભાગની માગણીઓ પર ચચા હાથ ધરવામાં આવી હતી જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કર્યા હતા. આ શઆતથી જ ભાજપ અને કોંગ્રેસ સામસામે તીખા પ્રહારો કરીને ગૃહ માથે લીધું હતું.

 

 

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ગાંધી અને સરદારનું ગુજરાત છે. જયાં હાલ દાની રેલમછેલ છે. દેશી-વિદેશી મળી 215 કરોડનો દા પકડયો છે. 68 કરોડનો ગાંજો જેવા કેફી દ્રવ્યો પકડાયા છે. કરોડો પિયાનું ગૌમાંસ આ છે. ગુજરાત આજે પણ 4545 ગુનેગારોને પકડવામાં આવ્યા નથી.

 


ભૂતકાલમાં પોલીસથી ગુંડાઓ થરથરતા હતા પરંતુ ભાજપ્ના શાસનમાં પોલીસ તંત્ર નબળુ થઈ ગયું છે. પરિણામે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.
રાજ્યમાં વિદ્યાર્થી;ઓ મહેનત કરે અને પરીક્ષાઓમાં કૌભાંડ થાય પેપરો લીંક થાય. ભરતી કૌભાંડ થાય છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થાય છે. આ છે ગુજરાત.

 


ભૂતકાળમાં રાજકોટના પધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પાલભાઈ આંબલિયાને પકડી ઝાડ સાથે બાંધીને અમાનુષી રીતે માર મારવામાં આવ્યો હતો જે જોઈને આંખમાં પાણી આવી જાય તેવા દ્રશ્યો હતા.

 


સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં આગલા દિવસે કાર્યકરોને નજરકેદ કયર્િ છે. કેટલાંક સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે. આવી રીતે ચૂંટણી જીતાતી હોય તો જીત માટે ધન્યવાદ છે.

 


વિપક્ષના નેતાએ ગૃહમાં આકરાં તેવર દેખાડતા જણાવ્યું હતું કે, મારી માતાએ મને દીધું હતું કે સત્યની સાથે રહેજે અન્યાય સામે કોઈ જગ્યાએ માથુ ઝુકાવતો નહીં, તેને આજે પણ વળગી રહ્યો છું.

 


આ ચચર્મિાં ભાગ લેતાં અમિત ચાવડાએ મુખ્યમંત્રી પોતે કબૂલાત કરે છે કે પોલીસ ખાતુ અને મહેસુલ ખાતું ભ્રષ્ટાચારી છે. આમાં સ્વચ્છ વહીવટની વાતો સરકાર કરે છે તે યોગ્ય લાગતી નથી. વધઉમાં આકરાં પ્રહારો કરતા ચાવડાએ જણાવેલ કે ભાજપ્ના કમલમ ખાતેથી આદેશ થાય તે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. આ સરકાર અંગ્રેજોના શાસનવાળી સરકાર છે. આ સરકાર માત્ર વાયફા કરી રહી છે.

 


અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમ બાદ જ અમદાવાદમાં કોરોના વધ્યો હતો. આ તાયફો કરીને સરકારે કોરોનાને વધાવ્યો તહો. ત્યારબાદ શહેરાના ભાજપ્ના ધારાસભ્ય જેઠા ભરવાડે શઆત કોંગ્રેસના શાસનમાં કયો વિસ્તાર કયાં ગુંડાના નામે ઓળખાતો તે વાત ભૂલવી ન જોઈએ. સામે પક્ષે આજે દ્વારકા, શહેરા, કુતિયાણા, ગોંડલ, જામનગર કોના નામે ઓળખાય છે તેવો સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા ગૃહનું વાતાવરણ ગરમાયું હતું.
કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામજોગ ઉલ્લેખ કરતા જેઠા ભરવાડે કોંગ્રેસની સરકારમાં ગુંડાઓ લીલા લહેર કરતા અને તમે આ મુદે બોલશો નહીં અને ન સાંભળી શકાય તેવા ઉચ્ચારણો ગૃહમાં કરતા વિધાનસભા ગૃહમાં હો હલ્લા થઈ ગયો હતો.

 


વિધાનસભામાં ગરમાયેલા વાતાવરણ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને ગૃહમાં સૂત્રોચ્ચાર, ધાંધલ-ધમાલના દ્રશ્યો સર્જાતા ગૃહને કાબુમાં લેવાનો સતત પ્રયાસ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. આમ છતાં ગૃહ શાંત પડયું ન હતું આખરે કોંગ્રેસ દ્વારા ગૃહનો ત્યાગ કર્યો હતો.

 


વિધાનસભાની પ્રશ્ર્નોત્તરી દરમિયાન આણંદ અને ખેડા જિલ્લામાં ડોકટરોની નિમણૂકના મુદે શાસક-વિપક્ષ સામસામે આવી જતા વિધાનસભાની કામગીરી ખોરંભે ચડી જતા વિધાનસભા અધ્યક્ષને પ્રશ્ર્નોત્તરી કાળ 12 મિનિટ પહેલા સ્થગિત કરવાની ફરજ પડી હતી. વિધાનસભા ગૃહમાં થયેલા આક્ષેપોને પરિણામે ગૃહની શાંતિ ડોહળાય હતી સામ સામે સૂત્રોચ્ચાર અને આક્ષેપો અને પ્રતિ આક્ષેપ્ના લીધે બજેટ સત્રમાં પહેલી વખત ગૃહને સ્થગિત કરવાની  અધ્યક્ષને ફરજ પડી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન આણંદ અને ખેડા જિલ્લાની પ્રશ્ર્નોત્તરીની શઆત જ રાજકીય સરકારની લાંબી દ્રષ્ટિને ટાંકતા કહ્યું હતું કે, ટૂંકા લોકોની લાંબી દ્રષ્ટિ જોઈ છે કે આણંદ હોસ્પિટલનું ખાત મુહર્ત કરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ કામકાજ થયુ નથી. આ સાંભળીને ઉકળી ઉઠેલા નીતિન પટેલે ગૃહમાં જણાવેલ કે આ ગપ્પા મારો નહીં મેં કોઈ ખાતમુહર્ત કર્યું નથી તમારા દાદાઓએ 40 વર્ષના રાજ દરમિયાન કાંઈ જ કર્યુ નથી. મુખ્યમંત્રી વિજય પાણીએ ટાપસી પુરાવતા જણાવેલ કે, ગપ્પા મારે છે તેવું કેવામાં કાંઈ ખોટુ નથી. આ શબ્દોના ઉચ્ચારણની સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા અધ્યક્ષે ગૃહના સભ્યોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

 


પરંતુ કોંગ્રેસના પ્રતાપ દુધાતે સહિતના સભ્યોએ ગૃહ માથે લીધું હતું સૂત્રોચ્ચાર કર્યો હતો. અધ્યક્ષ દ્વારા ગૃહમાં શાંતિ જાળવવાની વારંવાર અપીલ કરવામાં આવી હતી આમ છતાં ગૃહ કાબુમાં આવ્યું ન હતું આખરે પ્રશ્ર્નોત્તરીકાળને સ્થગિત કરવાની અધ્યક્ષને ફરજ પડી હતી.

 

સાવરકર 60માં અંગ્રેજોની દલાલી કરતા હતા: ઋત્વીજ મકવાણાનો આક્ષેપ
ટ્રેઝરી બેન્ચનું ભૈદી મૌન બાદ આખરે શબ્દો રેકર્ડ પરથી દૂર કરવામાં આવ્યા


ગુજરાત વિધાનસભાની આજની પ્રશ્ર્નોત્તરી દરમિયાન ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના કર્મચારીના પગાર વધારાનો પ્રશ્ર્ન કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ પુછયો હતો જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન આ પગાર વધારાને લગતી આવેલી રજૂઆતની વિગતો પેટા પ્રશ્ર્નમાં માગી હતી. જેના જવાબમાં મંત્રી ઈશ્ર્વર પરમારે છાત્રાલયના કર્મચારીઓના પગાર વધારાની 23 જેટલી રજૂઆતો સરકારને મળી છે. આ રજૂઆત નીતિ વિષયક બાબત હોવાથી વિચારણા હેઠળ હોવાનું ગૃહમાં જણાવ્યું હતું આ પગાર વધારો ટૂંક સમયમાં કરવામાં આવશે.

 


આ તકે રાજકીય બાબતોનો ઉલ્લેખ ગૃહમાં કરવામાં આવ્યો હતો. 22-5-69માં ગ્રાન્ટ-ઈન-એડ છાત્રાલયો પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે સ્થાપવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી ચૂકવવામાં આવતા પગારના ધારા-ધોરણો ગૃહમાં વર્ણવ્યા હતા.

 


આ લાંબાલચક જવાબ સામે કોંગ્રેસના ઋત્વીજ મકવાણાએ સ્પષ્ટ ગૃહમાં કહ્યું હતું કે, લાંબા લચક જવાબ આપીને ગૃહનો સમય બરબાદ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

 


આ બબાલ વચ્ચે સભ્યએ મંત્રીની સામે તીર તાકતા કહ્યું હતું કે, મુળ પ્રશ્ર્નોનો જવાબ આપતા નથી મંત્રી 50 વર્ષ જૂની વાતો દોહરાવે છે તો અંગ્રેજોના જમાનામાં વીર સાવરકર.60માં દલાલી કરતા હતા. આ સમયે વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં દેકારો બોલાવ્યો હતો. આવા બોલાયેલા શબ્દો સામે ટ્રેઝરી બેંચ પર બેઠેલા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિરોધ વ્યકત કરી શકયા ન હતા. કોંગ્રેસના આવા ગંભીર આક્ષેપો સામે ટ્રેઝરી બેન્ચે ભેદી મૌન સેવ્યુ હતું. બાદ શ થયેલા ગૃહમાં આ મામલે શબ્દો રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS