સોશિયલ મીડિયામાં શાનદાર તસવીરો શેર કરવા માટે અજમાવો  ફોટોગ્રાફીની કેટલીક ટિપ્સ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ખાસ કરીને યુવાનોમાં ફોટોગ્રાફી ને લઈને ઘણી રૂચી જોવા મળી રહી છે, લોકોને માટે હવે આ માત્ર શોખ નથી રહ્યો પરંતુ કમાણીનું એક માધ્યમ પણ બની ગયું છે જેને જુઓ તે   ફોટોગ્રાફીમાં હાથ અજમાવવા લાગ્યા છે.

 

આપણે કોઈ પણ સ્થળ પર પ્રવાસ પર જોઈએ છે તો ત્યાં જઈને સારી તસવીર લેવાનો પ્રયાસ કરતા રહી જઈએ છીએ. સારી તસવીર ઘણી વખત કહી શકાતી નથી અને આપણે ખાલી હાથે પરત ફરવું પડે છે એવામાં સારી ટ્રાવેલ ફોટોગ્રાફી સાથે કેટલીક ટિપ્સ અમલમાં મૂકવી જોઈએ.

 


સારી તસવીરોથી લઈને સેલ્ફી સુધી ઇન્સ્ટાગ્રામ પર તસવીરોની મીઠી યાદો લોકો કઈ રીતે શેર કરે છે. દરેકના દ્રષ્ટિકોણ પાછળ એક વાર્તા હોય છે, એક શ્રેષ્ઠ તસવીર કેદ કરવા માટે તમારે સૌથી પહેલાં તમારું વિઝન, સબ્જેક્ટ, લાઇટિંગ જેવી મૂળભૂત બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

 

સૌથી પહેલાં વિષયની શોધ કરવી જોઈએ તમારો વિષય હોય તેના પર વિઝનને ક્લિયર કરો, અને હવે તસવીરને કેદ કરવા માટે પરફેક્ટ એન્ગલ નિશ્ચિત કરો. આ તસવીરને કેપ્ચર કરવા માટે સબ્જેક્ટ અને લાઈટનો તાલમેલ હોવો જરૂરી છે, આ રીતે તમારી તસ્વીર ખુદ એક વાર્તા રજુ કરી દેશે.


તમે ક્યાં ફરવા જઈ રહ્યા છો ત્યાંની નાની નાની બાબતો અને કેમેરામાં કેદ કરતા જાઓ.

 

જે ફોટોગ્રાફી પેજને તમે ફોલો કરો છો તેના પર તમે રીક્રીએટ કરી શકો છો.

 

તમે ઈચ્છો તો જે જગ્યા પર જઈ શકો છો સોશિયલ મીડિયા પર તેનો હેશટેગ નાખી અને બીજી તસવીરોને સર્ચ કરી રીક્રીએટ કરવાનો આઈડિયા અજમાવી શકો છો. તમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક સારી તસવીરો તો મળી જ જશે.

 

ફોટોગ્રાફીમાં લાઇટિંગનું વિશેષ મહત્વ હોય છે ફોટો ક્લિક કરતી વખતે લાઇટિંગ પર વિશેષ ધ્યાન આપો, તમે જ્યાંથી તસવીર લઈ રહ્યા હોય ત્યાં લાઈટ ઓછી હોયતો તસવીર ખેંચતી વખતે સ્ક્રીન પર ટચ કરો જેમાં ઓટોમેટીક સબ્જેક્ટ ચોક્કસ આવશે,

 

અને બેકગ્રાઉન્ડ કલર સેટ કરો આવું કરવાથી તમને એક સારી તસવીર મળી જશે, તસવીરને કેપ્ચર કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે, ફોટોગ્રાફી એક આર્ટ છે અને તેનો નિયમિત અભ્યાસ કરતો રહેવો જોઈએ, સમયની સાથે તમારી તસવીરોમાં એ બાબત જોવા મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS